આયોજન:હરિપ્રસાદ સ્વામીના દિવ્ય અસ્થિ કુંભના દર્શન કરી હાલોલવાસીઓ કૃતજ્ઞ થયા

હાલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના ગાયત્રી મંદિર ખાતે કરાયું

હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના ગાયત્રી મંદિર ખાતે કરાયું હતું. જેમાં હાલોલના પ્રાદેશિક સંતો અને વડીલ ભકતો સહિત હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, ગોધરા અને પંચમહાલ જીલ્લાથી લઈ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગામોના આજુબાજુના ભક્તો લાભ લઇ શકે તેને લઈ આ દિવ્ય અસ્થિકુંભના દર્શન અને પૂજનની સ્મૃતિ હૃદયસ્થ કરવા માટે સાથે કુતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાયો હતો.

જેમાં હરિધામ સોખડાથી વડીલ સંતો, ભકતો અને હાલોલના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર, હાલોલ તાલુકા ભાજપના પ્રમુખ શહેર ભાજપા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ દરમ્યાન બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના યુગ કાર્યની ઝાંખી કરાવી. પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના હૃદયમાં હાલોલ પ્રદેશનું વિશેષ મહત્વ રહ્યું છે. તેવું પ્રાદેશિક સંત્વર્ય સાધુ શાશ્વતસ્વરૂપદાસ, પ્રાદેશિક સંત્વર્ય સાધુ પ્રભુદર્શનદાસે જણાવ્યું હતું.

જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મીય પ્રદેશ હાલોલ વિભાગ સત્સંગ મંડળના પ્રમુખ દિપકભાઈ નાયક અને હાલોલ શહેર સત્સંગ મંડળના પ્રમુખ નગીનભાઈ વાઘેલા અને હાલોલ ગ્રામ્ય સત્સંગ મંડળના પ્રમુખ વિઠ્ઠલભાઈ બારીયાએ કર્યું હતું.

જેમાં હાલોલ ગાયત્રી મંદિર ખાતે પરમ પુજ્ય હરિપ્રસાદસ્વામીજીના દિવ્ય અસ્થિકુંભના દર્શન માટે સ્વામીનારાયણ ભક્તો, સોખડા થી આવેલ સંતો મહંતો અને ભાવીક ભક્તોની હાજરીમા દિવ્ય અસ્થિ કુંભના દર્શનના લાભ માટે પધારેલ મહેમાન તરીકે આવેલ સંતો અને મહંતો તરીકે હરીપ્રસાદ સ્વામી તથા સાશ્વત સ્વામી તથા પ્રભુ દર્શન સ્વામી તથા સત્ય સ્વરૂપ સ્વામી સાથે ગુજરાત રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભવો અને ભક્તોએ દિવ્ય અસ્થિકુંભના દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...