કામગીરી:હાલોલ નગર પાલિકા ચીફ ઓફિસરે ગેરકાયદે દુકાનોને સીલ માર્યું

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલ નગર ખાતે નવી શાક માર્કેટમાં આવેલ કેટલીક દુકાનોના સંચાલકોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવી પોતાનો બાકી નીકળતાં વેરો ભરવા માટેની જાણ કરાઇ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા નગરપાલિકા તંત્ર દ્વારા હાલોલ શાક માર્કેટ ખાતે આવેલ તેમજ અન્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સીલ કરવાની કામગીરી સોમવારે હાથ ધરવામાં આવી હતી.

હાલોલ નગરના નવી શાક માર્કેટ ખાતે એક સ્કૂલની પાછળ આવેલ 16 જેટલી દુકાનોના છેલ્લા કેટલાય સમયથી વેરા બાકી હોઇ તેમજ દુકાનો નગર પાલિકાના ચોપડે ચડી ન હોઇ ધારા ધોરણનો ભંગ થતાં નગરપાલિકા તંત્ર દ્વારા ગત દિવસોમાં આ તમામ દુકાનના સંચાલકોને નોટિસ પાઠવી વહેલી તકે વેરો ભરી દુકાનો નગરપાલિકા અધિનિયમ હેઠળ કાયદેસર નગર પાલિકાના ચોપડે ચડાવવા માટે નું જણાવવામાં આવ્યું હતું.

તેમ છતાં તમામ દુકાનોના સંચાલકોએ નગરપાલિકાની નોટિસને અવગણીને નગરપાલિકાનો બાકી નીકળતા લાખો રૂપિયાનો વેરો ન ભરી દુકાનો નગરપાલિકાના ચોપડે ન ચઢાવતા સોમવારે નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતાના કર્મચારીઓ સાથે આવી પહોંચ્યા હતા. 16 જેટલી દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જેને લઇને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ચકમક પણ સર્જાઇ હતી. જમા તમામ દુકાનો નગરપાલિકા દ્વારા સીલ કરાતા દુકાનદારોએ વાટાઘાટો કરી મોડી સાંજ સુધી બાકી નીકળતાં વેરાના નાણાં પૈકીના પાંચ લાખ રૂપિયાનો ચેક નગરપાલિકા ખાતે જમા કરાવવાની તૈયારી બતાવી હતી

જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પાંચ લાખ રૂપિયાનો ચેક જમા થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે અને દુકાનોના સીલ ખુલશે તેવી બાંહેધરી આપી હતી જ્યારે નવી શાક માર્કેટ સહિત નગરના પાવાગઢ રોડ પર આવેલ નગરપાલિકાના શોપિંગ સેન્ટર ખાતે પણ કેટલીક દુકાનોના વેરા લાંબા સમયથી ન ભરેલા હોઈ પાલિકાતંત્રએ ત્યાં પહોંચી દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરતા એક દુકાનદારે પોતાનો બાકી વેરો સ્થળ પર જ ભરી દેવાની તૈયારી બતાવતા નગરપાલિકાએ દુકાન સીલ કરવાનું મોકૂફ રાખ્યું હતું જ્યારે બાકીની અન્ય દુકાનો જેના વેરા ભરાયેલ નથી તેવી દુકાનો સીલ કરવા માટેની કામગીરી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...