તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાની બેદરકારી:હાલોલની મોડલ સ્કૂલે 10 નાપાસ છાત્રાને ધોરણ 11માં એડમિશન આપી પાસ કરી દીઘી

હાલોલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થિનીની ધોરણ 10 નાપાસની માર્કશીટ. - Divya Bhaskar
વિદ્યાર્થિનીની ધોરણ 10 નાપાસની માર્કશીટ.
  • ધો. 11 અને 12નો ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ ધોરણ 10માં તો નાપાસ હોવાની જાણ કરી
  • 2 વર્ષ બાદ ધો.12નું ફોર્મ ભરતાં સ્કૂલની બેદરકારી બહાર આવી

હાલોલ જીઆઈડીસી સ્થિત મોડલ સ્કૂલમાં 2 વર્ષ અગાઉ ધો. 10માં નાપાસ હોવા છતાં ધો. 11માં એડમિશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલીને ખ્યાલ ન હતો કે વિદ્યાર્થિની ધો. 10માં નાપાસ થયેલ છે. ત્યારે સર્ટી તથા રીઝલ્ટ લઇને બે વર્ષ અગાઉ મોડેલ સ્કૂલમાં એડમિશન માટે ગયા હતા ત્યારે મોડલ સ્કૂલમાં સંચાલકો દ્વારા રીઝલ્ટ જોયા વગર જ ધો. 11માં એડમિશન આપી દેવામાં આવ્યું હતું.

વિદ્યાર્થિનીની ધોરણ 11 પાસની માર્કશીટ.
વિદ્યાર્થિનીની ધોરણ 11 પાસની માર્કશીટ.

ઓનલાઇન ફોર્મ ભર્યું ત્યારે ભાંડો ફૂટ્યો
ધો. 11માં પ્રવેશ મેળવી વિદ્યાર્થિનીએ ફાઈનલ પરીક્ષા આપી તે પરીક્ષા પાસ પણ કરી દીધી. ત્યાર બાદ ધો. 12માં આખુ વર્ષ ઓનલાઇન અભ્યાસ પણ કર્યો. જ્યારે ધો.12ની પરિક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે વર્ગ શિક્ષકને જાણ થઇ કે વિધાર્થીની ધોરણ 10માં નાપાસ છે. ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું તો ધો. 10માં નાપાસ છે એટલા માટે તું ધો. 12ની પરીક્ષા નહીં આપી શકે. ધો. 10માં પોતે નાપાસ હોવાની વાત જાણીને વિદ્યાર્થિનીના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી. સમગ્ર હકીકતની જાણ વિદ્યાર્થિનીએ પોતાના વાલીને કરી હતી.

વાલી દ્વારા આ મામલે શાળામાં સંપર્ક કરવામાં આવતા શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિની આશાને ધો. 10ની પરીક્ષા આપવી પડશે. તે પાસ કર્યા પછી જ ધો.12ની પરીક્ષા આપી શકશે. ત્યારે વિદ્યાર્થિની તેમજ તેના વાલી માંગ કરી રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલથી વિદ્યાર્થિનીના 2 વર્ષ બગડ્યા છે. ત્યારે તેની જવાબદારી કોની આ ગંભીર ભૂલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ ઘટનાથી અમે ડઘાઇ ગયા છીએ છોકરી પણ ડિપ્રેશનમાં આવી ગઈ છે

મારી છોકરીએ બિલિયાપુરા સ્કૂલમાં ધો. 10 કર્યું પછી હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ મોર્ડન સ્કૂલમાં ધો. 11માં પાસ થઈ હવે ધો. 12માં ફોર્મ ભરવા આવ્યા તો પ્રિન્સીપાલ કહે છે તમારી છોકરી ધો.10માં ફેલ બતાવે છે. એટલે ફોર્મ નહીં ભરાય. ઘટનાથી અમે ડઘાઈ ગયા છીએ. છોકરી પણ ડિપ્રેશનમાં આવી ગઈ છે. કોઈ પગલું ભરી લેશે તો એના માટે કોણ જવાબદાર અમને ન્યાય મળવો જોઈએ. -ભલાભાઈ રાઠવા, વિદ્યાર્થિનીના પિતા

જે દોષિત હશે તેમની સામે પગલાં લેવાશે
​​​​​​​હાલોલની સ્કૂલનું મારા ધ્યાનમાં આવ્યું છે કે એક વિદ્યાર્થિનીને ધો.10 નાપાસ છતાં 11માં એડમિશન આપી દીધું. ત્યારે ધ્યાન પર આવ્યું કે વિદ્યાર્થિની ફેલ છે. ફેલ ડોક્યુમેન્ટ રજૂ કરી વિદ્યાર્થિનીએ પ્રવેશ લીધો તે સ્કૂલે પણ જોવું જોઈએ. આચાર્ય, ક્લાર્ક, વર્ગ શિક્ષક જે કોઇ હોય એમની પણ જવાબદારી છે કે ચેક કરવું જોઈએ. વિદ્યાર્થિની અને વાલીની પણ જવાબદારી છે કે એમણે ખોટા ડોક્યુમેન્ટ રજૂ ના કરવા જોઇએ.હવે એકજ રસ્તો છે ધો. 10 પાસ કરે તે પછી જ 12માની પરીક્ષા આપી શકશે. જે કોઈ દોષિત હશે તેમની સામે પગલાં લઈશું - બી.એસ પંચાલ, DEO

અન્ય સમાચારો પણ છે...