તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ઝઘડાના કેસમાં હાલોલ આપ પ્રમુખને જામીન, 1 મહિનો નગરમાં પ્રવેશબંધી

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વોત્તમ હોટલના સંચાલકને ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી
  • આજે હાલોલમાં આપની સભામાં પ્રમુખ હાજર રહેશે કે નહીં તેવી અટકળો

હાલોલમાં તા 27.8.21 ની સાંજે મંદિર ફળિયા ખાતે આમ આદમી પાર્ટી ની સભા યોજાય તે પહેલાં તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી માં જોડાઈ હાલોલ તાલુકા પ્રમુખ નું પદ મેળવનાર વિશાલ જાદવ અને તેના બે સાથી મિત્રો એ 19 જૂન ની રાત્રે હાલોલ વડોદરા રોડ પર આવેલ સર્વોત્તમ હોટલ ના સંચાલક અને વેટરો સાથે ઝગડો તકરાર કરી મને ઓળખો છો હું વિશાલ જાદવ ફૂડ ઇન્સ્પેકટર નો છોકરો છું કહી રોડ પર આવશો તો ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ માં હાલોલ રૂરલ પોલિસે કલમ 323.504.506(2) અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલિસે વિશાલ રાજેદ્રસિંહ જાદવ રહે 20 ઉલ્લાસ નગર હાલોલ.નિર્મલકુમાર વિનયકુમાર પટેલ રહે ડી.48 ઉમા સોસાયટી હાલોલ અને યુવરાજસિંહ રાજેદ્રસિંહ સોલંકી રહે ઉલ્લાસનગર હાલોલ ની અટકાયત કરી હાલોલ એડી.ચીફ.જ્યુડિશિયલ કોર્ટ માં રજૂ કરાયા હતા .વિશાલ સહિત ત્રણે આરોપીઓને કોર્ટમાં હાજર કરાતા હિયરિંગ દરમિયાન સરકારી વકીલ દવારા દલીલ કરી જમીન ના મંજુર કરવા અરજ કરેલ હતી. એડી.ચીફ. જ્યુડિશિયલ જજ પ્રેમ હંસરાજ સિંહે ત્રણે આરોપીઓના શરતી જામીન મંજુર કરી એતિહાસિક ચુકાદો આપી ત્રણેવને 10-10 હજારના જામીન શરતો મુજબ મુક્ત કરાયા હતા.

ચુકાદામાં વિશાલ જાદવ નિર્મલ કુમાર અને યુવરાજસિંહ ને એક માસ સુધી હાલોલ તાલુકા ની હદ વિસ્તાર માં પ્રવેશ ન કરવા નહીં.પાસપોર્ટ હોય તો કોર્ટ માં જમા કરાવા અને ન હોય તો તે અંગે ની હકીકત સોગંદનામાં થી જાહેર કરવી મહિના ની પહેલી અને પંદર તારીખે પોલીસ મથક માં હાજરી પુરાવી શરતો નો ભંગ થશે તો જમીન આપોઆપ રદ થઈ જશે નું ચુકાદા માં જણાવતા કાયદો હાથ માં લઇ જાહેર આ કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતા તત્વો માં સોપો પડી ગયો છે.નોંધનીય છે હાલોલ માં યોજાનાર આમ આદમી પાર્ટી ની સભા માં વિશાલ જાદવ હાંજર રહશે કે નહીં હાજર રહશે તો તેના સુ પડઘા પડશે તે અંગે ની અટકળો એ હાલોલ ના રાજકીય માહોલ ગરમાયુ છે

અન્ય સમાચારો પણ છે...