રજૂઆત:ગુજરાત વાલ્મિકી સંગઠને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલના સફાઇ કર્મીના પડતર પ્રશ્નોના નિકાલની માગ કરી

હાલોલ નગરપાલિકામાં 130 જેટલા હાલોલ નગરના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા ૩૦ વર્ષ જેટલા સમયથી કામગીરી કરી રહ્યા છે. જેમાં કામદારો ગંદકી અને સાફ સફાઈનું કામ કરતા હોવાને લઈને ગંદકીને લઇને થતા રોગચાળાને કારણે કેટલાક સફાઈ કામદારો મૃત્યુ પામ્યો હોવા છતાં હાલોલ નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલ કામદારોને કોઈ લાભ કે વળતર આપવામાં આવેલ નથી. તેમજ ગત તારીખ 03/05/2021 ના રોજ એક દૈનિક અખબારમાં સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત આપ્યા બાદ નગરપાલિકા દ્વારા એકાએક ભરતી સ્થગિત કરી દેવાઈ હતી.

જેમાં સફાઈ કામદારોએ અરજી કરી હતી. જે બાદ બીજી કોઈ ભરતીની જાહેરાત કરેલ નથી. માટે જે સફાઇ કામદારોએ પહેલા ભરતી માટેની અરજી કરેલ છે તે કામદારોની અરજીને પ્રથમ અગ્રીમતા આપી ભરતી કરવા તેમજ જુના કામદારોને કાયમી કરવા, મહેકમ મુજબ ભરતી, લઘુત્તમ વેતન મુજબ પગાર, દરેક કામદારોને સેફટી કિટ આપવા તેમજ જીવનવીમા પોલિસી આપવા, તેમજ કામદાર ડ્રાઇવરો, મુકાદમ, અને વોચમેનને યુનિફોર્મ અને બુટ આપવા સહિતની બાબતોમાં કામદારો સાથે અન્યાય કરાતા આ બાબતે ન્યાય મેળવવા તેમજ કામદારોની તમામ માગણીઓનો યોગ્ય નિકાલ આવે તે માટે ગત દિવસોમાં ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા હાલોલ પ્રાંતને આવેદન આપી યોગ્ય નિકાલની માગણી કરાઇ હતી.

તેમ છતાં કામદારોના પ્રશ્ન હલ ન થતાં અને તેઓની સાથે અન્યાય ચાલુ જ રહેતા કામદારો એ આખરે હારી થાકી હાલોલ પાલિકાની કચેરી બહાર આગામી તારીખ 18થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઉપર ઉપવાસ પર બેસવા માટે હાલોલ મામલતદાર કચેરી પહોંચી હાલોલ મામલતદારને લેખિત અરજી આપી હતી. જેમાં કામદારોને થતાં અન્યાયને પગલે અચોક્કસ પ્રતિક ઉપવાસ કરવાની મંજૂરી આપવાની માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...