તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:હાલોલની રેફરલ હોસ્પિટલમાં સરકારી કર્મીઓને રસી અપાઇ

હાલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાં શુક્રવારે સરકારી કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. - Divya Bhaskar
હાલોલમાં શુક્રવારે સરકારી કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

કોરોના રસીકરણના બીજા તબક્કાના ત્રીજા રાઉન્ડમાં શુક્રવારે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પરેશ જોષી ના નિરીક્ષણ હેઠળ તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ પંચાયતોના ગ્રામ સેવકો, પંચાયત માર્ગ-મકાન વિભાગ ના એન્જિનિયર તેમજ તેઓના સ્ટાફ સહિત હાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી રાહે કામ કરતા કોમ્પ્યુટર સંચાલકોને કોરોના વેક્સિનેશન કરાયું હતું. શુક્રવારે સવારથી જ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એજ્યુકેટીવ એન્જિનિયર પી.બી. રાઠવા તેમજ અન્ય ડેપ્યુટી એજ્યુકેટીવ એન્જિનિયર સહિત પંચાયત માર્ગ મકાન વિભાગના સ્ટાફને તેમજ હાલોલ તાલુકાના ગ્રામ પંચાયતના ગ્રામ સેવકોને અને હાલોલ તાલુકા પંથકમાં સરકારી રાહે ગ્રામ્ય વિસ્તારોમાં વિલેજ કોમ્પ્યુટર ઈન્ટરપ્રીટર તરીકે કામગીરી કરતા કર્મચારીઓને પણ શુક્રવારે કોરોના રસી મૂકવામાં આવી હતી.

જેમાં ઉપરોક્ત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રસી મુકાવી રસી અંગે જાહેર જનતાને માર્ગદર્શન આપ્યું હતું કે અમોને રસી મુકાયા બાદ કોઈ આડ અસર થવા પામી નથી માટે કોઈપણ જાતની અફવાઓમાં આવ્યા વિના કે કોઇપણ જાતનો ડર રાખ્યા વિના આગામી કોરોના રસીકરણના અભિયાનના મોટા પાયે ભાગ લઇ સ્વેચ્છાએ આગળ આવી રસી મુકાવી સમગ્ર દેશ તેમજ હાલોલ તાલુકા પંથકને કોરોના મુક્ત કરવામાં પોતાનો હિસ્સો નોંધાવી નિર્ભય બની તમામ લોકોએ રસી મુકાવી જોઈએ ની અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો