તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોધરા એલસીબી પોલીસે પાવગઢ પાસેથી ચોરેલી 6 બાઇક સાથે એક શખ્સને ઝડપ્યો

હાલોલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલોલ પોલીસના 4 અને રાજગઢ પોલીસના 2 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

પંચમહાલ જિલ્લા એલ.સી.બી શાખાએ હાલોલના પાવાગઢ રોડ પર કાળીભોંય ત્રણ રસ્તા પર નાકાબંધી કરી ચોરીની 6 મોટર સાઇકલ સાથે એક આરોપીની અટકાયત કરી હાલોલ પોલીસ મથકના 4 અને રાજગઢ પોલીસ મથકના 2 બાઇક ચોરીના ગુના ડિટેકટ કરવામાં સફળતા મળી છે.એલસીબીના પીઆઇ ડી.એન.ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળતા ટીમે હાલોલ નગરના પાવાગઢ રોડ પર કાળીભોંય ત્રણ રસ્તા પાસે વૉચ ગોઠવી હતી જેમાં બાતમી વાળો શંકાસ્પદ ઈસમ નંબર વગરની બાઇક પ્રેશન પ્રો લઈને આવતા તેને અટકાવી પૂછપરચમાં તેણે પોતાનું નામ રાજકુમાર શંકરભાઇ રાઠવા રહે.નવાડ ફળિયું નવાગામ બાંધેલીનું જણાવ્યું હતું.

એલ.સી.બી તેને સાથે રાખી તેના ઘરે જઈ તપાસ કરતા ઘરની પાછળ આવેલ ઢાળિયામાંથી વધુ 5 બાઇકો નંબર વગરની મળી આવતા પોલીસે કુલ 6 બાઇકો કિંમત 1,55,000ના મુદ્દામાલ સાથે રાજકુમારની અટકાયત કરી હાલોલ ટાઉન પોલીસ મથકના 4 અને રાજગઢ પોલીસ મથકના 2 ગુના મળી કુલ 6 બાઇક ચોરીના ગુના ડિટેકટ કરી 6 મોટસાઈકલો સાથે આરોપીને ઝડપી પાડી હાલોલ શહેર પોલીસને સોંપતા પોલિસે આરોપી રાજકુમારનો કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશેનું પીઆઈ.એન.કે ડાભીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો