તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના રસીકરણના બીજા તબક્કા નો પ્રારંભ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રવિવારથી કરવામાં આવ્યો હતો જેમાં જેમાં હાલોલ પોલીસ વિભાગ હાલોલ રેવન્યુ વિભાગ તેમજ હાલોલ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ને કોરોના રસીકરણમાં આવરી લઇ તેઓને કોરોના વેક્સિનેશન આપવામાં આવ્યું હતું જેમાં સોમવારે પણ વેક્સિનેશન ની કામગીરી રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પરેશ જોષી ના નિરીક્ષણ હેઠળ કરાઈ હતી જેમાં હાલોલ પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.
જેમાં સોમવારે હાલોલ ના ડી.વાય.એસ.પી. એચ.એ.રાઠોડ ડેપ્યુટી મામલતદાર દક્ષાબેન નગર પાલિકાના ચીફ ઓફિસર વિરજ શાહ સહિત હાલોલ ટાઉન પોલીસ, રૂરલ પોલીસ, પાવાગઢ પોલીસ, તેમજ તાલુકામાં આવેલ હાઉસ પો.સ્ટે.ના પોલીસ કર્મીઓને સોમવારે રસીકરણ કરવામાં આવ્યું હતું.
જેમાં તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ રસીકરણ કરાયા બાદ જાહેર જનતાને અપીલ કરી હતી કે આ રસીની અમને કોઈ આડ અસર થવા પામી નથી જેથી આગામી દિવસોમાં જાહેર જનતા માટે શરૂ થનાર કોરોના રસીકરણના અભિયાનના કોઈપણ જાતનો ભય રાખ્યા વિના કે અફવાઓમાં આવ્યા વિના સ્વેચ્છાએ જાહેર જનતાએ આ અભિયાનમાં ભાગ લઇ રસીકરણ અભિયાન ને સફળ બનાવી કોરોના આ અભિયાનને સંપૂર્ણ સાથ અને સહકાર આપવો જોઈએ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.