કેમ્પ:હાલોલના પ્રસૂતિગૃહમાં નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટિંગ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રોટરી કલબ ઓફ હાલોલ અને મહાજન આરોગ્ય મંડળના સંયુક્ત ઉપક્રમે અને સીમા લેબોરેટરી હાલોલના સહયોગથી હાલોલના બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રસૂતિગૃહમાં રવિવારે નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટિંગ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા ઓર્થોપેડિક હાડકાઓને લગતા વિવિધ રોગોનું નિદાન કરી ચકાસણી કરી સારવાર આપવામાં આવી હતી. જ્યારે ડાયાબિટીસના દર્દીઓને પણ ચેક કરી સારવાર આપવામાં આવી હતી.

જેમાં સીમા લેબોરેટરી દ્વારા ઉપરોક્ત બીમારીને લગતા રિપોર્ટ નિ:શુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની તકલીફો અને પોતાના રોગોનું નિદાન કરાવી સારવાર મેળવી હતી. આ પ્રસંગે રોટરી કલબ ઓફ હાલોલના પ્રમુખ પ્રદીપકુમાર પરીખ, મંત્રી હાર્દિક જોષીપુરા, ઉપ પ્રમુખ રમેશ પટેલ, ખજાનચી મનોર સિંહ રાઠોડ, બોર્ડ ઓફ મેમ્બર ડો. સંજય રાવત તેમજ રોટરી કલબના સદસ્ય સહિત હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરત પરીખ, મંત્રી દિવ્યાંગ મહેતા, ખજાનચી પંકજ પરીખ, તેમજ સીમા લેબોરેટરીના રોહિત પટેલે હાજર રહી કેમ્પમાં ખડે પગે સેવાઓ બજાવી હતી. }મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...