તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાલોલમાં ભાજપના કાઉન્સિલર સહિત 6 સામે ઠગાઇની ફરિયાદ

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડોદરામાં રહેતી મહિલાના પતિએ પાનેલાવમાં જમીન ખરીદી હતી
  • ખોટા નામનું સોગંદનામું તૈયાર કરી જમીન પચાવી પાડી હતી

બનાવટી અને મળતા નામનું ખોટું સોગંદનામું બનાવી જામીન પચાવી પાડવા અંગે ફરિયાદ આપવામાં આવતાં હાલોલ પોલીસે કાઉન્સિલર સહિત છ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વડોદરા ખાતે રહેતા રાજેશ્રીબેન રાજેન્દ્ર ભાઈ મોરેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પતિ રાજેન્દ્રભાઈ વામનરાવ મોરેએ ૧૯૯૦ ની સાલમાં હાલોલ તાલુકાના પાનેલાવ ગામના રેવન્યુ બ્લોક/સર્વે નં. 52ની જમીન તેના મુળ માલીક નિરંજન મુળચંદભાઈ પરીખ પાસેથી ખરીદી હતી.

તે જમીનમાં આ પ્રકારના ખોટા દસ્તાવેજો કરીને પચાવી પાડવાના કાવતરાને પગલે રાજેશ્રીબેને સ્વ. નટવરલાલ છગનલાલ ઠક્કર, તેમના પુત્ર ગીરીશકુમાર નટવરલાલ ઠક્કર ને અન્ય ઉમેરાયેલ વારસદારો દ્વારા ખોટી રીતે બનાવટી સોગંદનામું રજુ કરેલ હોવાના પુરાવાઓ સાથે જીલ્લા જમીન તકેદારી સમિતી કલેક્ટર ગોધરાની કચેરીમાં આપતાં ફરિયાદ દાખલ કરવાનો આદેશ થયો હતો.

રાજેશ્રીબેને પોતાના પતિના નામની જમીનને ખોટું અને બનાવટી સોગંદનામું કરીને ફારગતી લેખ તૈયાર કરીને પચાવી પાડવામાં આવેલ હોવાથી સ્વ. નટવરલાલ છગનલાલ ઠક્કર રહે. ઉજેતી. હાલોલ, હાલોલના કોર્પોરેટર ગીરીશ નટવરલાલ ઠક્કર, રિટાબેન રાજેશ ઠક્કર, કિંજલ રાજેશકુમાર ઠક્કર, મિતલ રાજેશ ઠક્કરને પાર્થ રાજેશ ઠક્કર તમામ રહે ગીતાનગર, હાલોલ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...