તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કાલસર પાસે નજીવી બાબતે અજાણ્યા હુમલાખોરોનું એક યુવાન પર ફાયરિંગ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાના કાલસર ગામ પાસે નજીવી બાબતે અજાણ્યા હુમલાખોરએ એક યુવાન પર ફાયરિંગ કર્યુ. - Divya Bhaskar
ઘોઘંબાના કાલસર ગામ પાસે નજીવી બાબતે અજાણ્યા હુમલાખોરએ એક યુવાન પર ફાયરિંગ કર્યુ.
  • 3 હુમલાખોરોએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું : ઇજાગ્રસ્તને હાલોલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો

ઘોઘંબા તાલુકાના કાલસર ગામ નજીક ખેતરમાંથી ખેડી ટ્રેકટર લઇ ઘરે આવતા યુવાન અને અજાણ્યા કાર ચાલકો વચ્ચે નજીવી તકરાર બાદ અજાણ્યા ઈસમોએ એકાએક યુવાન પર હથીયાર વડે ફાયરિંગ કરતા ગોળી છાતીના ભાગે વાગતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફાયરિંગની ઘટના બનતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા દરમિયાન ફાયરિંગ કરનાર હુમલા ખોરો એક રાઉન્ડ ફાયરિંગ કરી કાર લઇ ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લવાયો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયો છે.

ઘટનાની જાણ થતાં રાજગઢ પીએસઆઇ આર આર ગોહિલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટના ના પગલે નાકાબંધી કરાવી હતી .ઘટનાની પ્રાથમિક વિગત મુજબ ઘોઘંબા તાલુકાના કાલસર ગામનો અનિલ રાઠવા પોતાના ખેતરમાં ટ્રેકટર લઇ ખેડવા ગયો હતો. મોડી સાંજે ટ્રેકટર લઇ ઘર તરફ આવતો હતો. દરમિયાન ગામ નજીક એક કારમાં સવાર અજાણ્યા લોકો સાથે સામાન્ય તકરાર થતા કારમાં સવાર અજાણ્યા ઈસમો પેકી એક ઇસમે બંદૂક જેવા હથિયારમાંથી અનિલ રાઠવા પર ફાયરિંગ કરતા અનિલને છાતીના ભાગે ગોળી વાગતા અનિલ લોહીલુહાણ થતાં ફસડાઈ પડ્યો હતો.

ફાયરિંગના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત અનિલને હાલોલની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં અનિલ હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે બીજી તરફ અનિલ પર ફાયરિંગ કરનાર કોણ હતા કેમ ફાયરિંગ કરાયું તે રહસ્ય હાલ અકબંધ રહેવા પામ્યું છે ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો કાર લઈ ભાગી છૂટ્યા હતા નજીક માજ ચેલાવાડા ખાતે બાબા દેવ નું મંદિર આવેલ છે જ્યાં મોટા ભાગે એમપી ના લોકો બાધાઓ પુરી કરવા આવતા જતા હોય છે હુમલાખોરો પણ એમપી ના હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...