14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જવલનશીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આગ ઓલવવાની કામગીરી દરમ્યાન ફાયર બિગ્રેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી માટે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.
પોતાના પ્રાણોની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિન મનાવાય છે.
જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમના કર્મચારીઓ મફતભાઈ પટેલ, મોઇન શેખ, નરેન્દ્ર ચૌહાણ, પંકજ રાઠવા, ઉપેન્દ્ર બારીયા અને નિકુલ પરમાર સહિતની ફાયર ફાઇટરની ટીમે 14મી એપ્રિલ ગુરુવારના રોજ અગ્નિશમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિશમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલા ફાયર ફાઇટર સ્ટેશને વિવિધ કાર્યક્રમો થકી 14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરી દેશના તમામ નાની અનામી ફાયર ફાયટરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટરના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.