દુર્ઘટના:હાલોલમાં ભંગારના 5 ગોડાઉનમાં ભીષણ આગ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ પાવાગઢ બાયપાસ રોડ સામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો - Divya Bhaskar
હાલોલ પાવાગઢ બાયપાસ રોડ સામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો
  • ફાયર સેફ્ટી ફરજીયાત કરાવવા માગ
  • રહેણાંકના લોકોમાં ભયનો માહોલ

હાલોલમાં પાવાગઢ બાયપાસ રોડ હોટલ હેરિટેજ સામે સ્ક્રેપના 5 ગોડાઉનમાં રવિવારની સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક સ્ક્રેપના જથ્થામાં લાગેલી આગ વધુ વિકરાળ બની ગઇ હતી. હાલોલ અને કાલોલ, એમ.જી. મોટર સહિતના 5 જેટલાં ફાયર ફાઇટરે ઘટના સ્થળે આગ બુઝવવાની કામગીરી કરી હતી. આગ કાબુમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. એક પછી એક આગની ઘટનાઓ આવી સામે રહી છે. 5 ગોડાઉનો આગની ચપેટમાં મોટા નુકસાનની આશંકા સેવાઇ રહી છે.

ફાયર સેફટીના સાધનોનો અભાવ
પાવાગઢ બાય પાસ અને પાવાગઢના મુખ્યમાર્ગ પર ખડકાયેલા સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફટીના કોઇ જ સાધનો ન હોવાથી છાસવારે આગની ઘટનાઓ બને છે. મોટા નુકસાનની સાથે સાથે રહેણાંક વિસ્તાર ખાલી કરાવવો પડે છે. સ્ક્રેપના ગોડાઉનો રહેણાંક વિસ્તારની વચ્ચે હોય આગની ઘટનાઓથી રહીશોના જીવ પડીકે બંધાયેલા રહે છે. ફાયર સેફટીના સાધનો ફરજીયાત કરાવે, પ્રદૂષણ ફેલાવવા સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

ગાડઉનમાં કેમિકલ યુક્ત જ્વલનશીલ પ્લાસ્ટિકનો વેસ્ટ હોય છે
કંપનીઓમાંથી નીકળતા કેમિકલ યુક્ત જ્વલનશીલ પ્લાસ્ટિકના હેજાર્ડ વેસ્ટનો સ્ક્રેપ અહીં ગોડાઉનો લાવી તેની પ્રોસેસ કરી પ્લાસ્ટિક કંપનીઓ મા રોમટેરીયલ તરીકે સપ્લાય કરાય છે. હેજાર્ડ વેસ્ટ અત્યંત જવલનશીલ હોય છે. ગોડાઉનોમા તેની પ્રોસેસ કરાય છે ત્યારે તેમાથી નીકળતી દુર્ઘગંધ એટલી તીવ્ર હોય છે કે હવામા ભળતા વિસ્તારોમા રહેતા અને રોડપરથી આવતાજતા લોકોની આખોમા બળતરા સાથે શ્વાશ લેવામાં તકલીફ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...