લોકશાહીની ઢબે ચૂંટણી:હાલોલની શ્રી જનતા સહકારી બેંકના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઇ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલની શ્રી જનતા સહકારી બેંકના વ્યવસ્થાપક સમીતિના સભ્યોની  ચુંટણી યોજાઇ. } મકસુદ મલિક - Divya Bhaskar
હાલોલની શ્રી જનતા સહકારી બેંકના વ્યવસ્થાપક સમીતિના સભ્યોની ચુંટણી યોજાઇ. } મકસુદ મલિક

હાલોલ ખાતે પાવાગઢ રોડ પર આવેલ નગરની પ્રતિષ્ઠિત શ્રી જનતા સહકારી બેંક લિમિટેડની 2022 થી 2027 સુધીની વ્યવસ્થાપક સમિતિના સદસ્યોને ચૂંટી કાઢવા માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શ્રી જનતા સહકારી બેંકના ગત ટર્મના ચેરમેન રાજનકુમાર ફોગટલાલ શાહની પેનલના અશોકકુમાર મગનલાલ શાહ, જીતેન્દ્રકુમાર જમનાદાસ મોદી, સતીષકુમાર પુનમચંદ શાહ, ઉપેન્દ્ર કુમાર શાંતિલાલ પટેલ, દિપકકુમાર બિપીનચંદ્ર રામાનંદી અને મુકેશકુમાર છત્રસિંહ રાઠોડે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

જેમાં વ્યવસ્થાપક કમિટીની બાકી રહેલી સ્ત્રી અનામતની બે બેઠકો માટે ચૂંટણી યોજવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિષ્ઠાભર બે બેઠકો માટે રાજનકુમાર ફોગટલાલ શાહની પેનલના દીનીતા અમિતકુમાર પરીખ અને દર્શનાબેન હેમંતકુમાર જોષી એ પોતાની દાવેદારી નોંધાવતા તેઓની સામે અન્ય બે મહિલા ઉમેદવાર ઉર્મિલાબેન અશ્વિનકુમાર ચૌહાણ અને હેમાબેન સતીષકુમાર શાહે ઉમેદવારી નોંધાવી હતી.

જેને લઇને વ્યવસ્થાપક સમિતિમાં સ્ત્રી અનામતની બાકી રહેલી બે બેઠકો માટે રવિવારે હાલોલ નગરની ધ.એમ.એસ. હાઇસ્કુલ ખાતે લોકશાહીની ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રી જનતા સહકારી બેંકના સભાસદો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. સભાસદોએ પોતાના મનગમતા ઉમેદવારને મત આપતા ચારેય મહિલા ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...