તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર સતર્ક:હાલોલમાં કોરોના કેસો વધતાં પોલીસ દ્વારા દંડ નહીં વસૂલી માસ્કનું વિતરણ

હાલોલ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાં કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા દંડ નહી વસૂલી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
હાલોલમાં કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા દંડ નહી વસૂલી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
 • સરકારી ગાઇડલાઇનનું પાલન કરાવી કોરોના મહામારીની ચેન તોડવાનો પ્રયાસ
 • હવે માસ્ક વગર ફરતા પકડાશે તો દંડ વસૂલવામાં આવશે, PI એન. કે. ડાભી

હાલોલ શહેર સહિત પંથકમાં કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોઇ તાલુકા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સહિત તાલુકા સહિત શહેર પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. જેમાં લોકો પાસે કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાવી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલોલ શહેર પોલીસના પી.આઈ ડાભીએ હાલોલ બસ સ્ટેન્ડ નજીક પોલીસ ચોકી ત્રણ રસ્તા ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે પણ બેજવાબદારીપૂર્વક માસ્ક વિના ફરતા લોકોને ઝડપી દંડને બદલે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી કોરોનાની ગંભીરતા વિશે સમજ આપી સતત માસ્ક પહેરવા અપીલ કરી હતી. દંડને બદલે માનવતા દાખવી માસ્કનું વિતરણ કરનાર પોલીસે નગરજનોને સંદેશ પણ આપ્યો હતો કે જો હવે વિના માસ્ક પકડાશે તો એક હજાર રૂપિયાનાે દંડ વસૂલાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સાથોસાથ ટાઉન પોલીસના પી.આઇ ડાભી સહિત પોલીસે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.

હાલોલમાં કોરોના અંગે બાર એસો.નો ઠરાવ
હાલોલ બાર એસોસિએશન દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક ઠરાવ કરી સેશન જજને તે સુપ્રત કરાયો હતો. જેમાં જણાવાયું છે કે રાજ્યમાં કોવિડ મહામારી ફરી વિકરાળ સ્વરૂપ લઇ રહેલ છે. જેને લઈ રાજ્યના જિલ્લા શહેરો પ્રભાવિત થયા છે. હાલોલ કોર્ટના કેટલાક વકીલો કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. હાલ કેટલાક અસીલોના પરિવારજનો પણ પોઝિટિવ આવ્યા છે. જે જાણ કર્યા વગર કોર્ટમાં આવતા હોઇ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોઇ તા.6 થી 15 એપ્રિલ સુધી અરજન્ટ કામો સિવાય તમામ કામોમાં પક્ષકારોના જે તે હક્કના સ્ટેજો બંધ કરવા અને પક્ષકારો વિરુદ્ધ વોરંટ ઈસ્યુ ન કરવા ઠરાવ કરાયો છે.

હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેમ્પ
હાલોલ નગર સહિત પંથકમાં કોરોનાના વધતા જતા વ્યાપને રોકવા હાલોલ તાલુકા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. જેમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પંથક સહિત નગરમાં ઠેરઠેર કોરોના રસીકરણ કેમ્પ યોજી નગરજનોને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં મંગળવારે નગરના ગાંધીચોક મંદિર ફળિયા પાસે આવેલા શ્રી દશા ઝાલોળા વણીક પંચની વાડીમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં નગરના 45 વર્ષથી ઉપરના લોકોએ મોટી સંખ્યામાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે દશા ઝારોળા વણિક પંચના અગ્રણીઓએ ખાસ હાજરી આપી લોકોને કોરોના રસી મુકવા પ્રોત્સાહિત કરી વધુમાં વધુ લોકોને કેમ્પમાં ભાગ લેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો