તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:હાલોલમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદકીની ભરમાર

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં ગંદકીની ભરમારથી રહીશો પરેશાની વેઠી રહ્યા છે - Divya Bhaskar
હાલોલ પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં ગંદકીની ભરમારથી રહીશો પરેશાની વેઠી રહ્યા છે
  • પ્રેમ એસ્ટેટ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા

હાલોલ ગોધરા રોડ પર આવેલ પ્રેમ એસ્ટેટ વિસ્તાર માં વરસાદી પાણીના નીકાલની સમસ્યાને લઇ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના સત્તાધીશો ને વારંવાર રજુઆત કરવા છત્તા કોઈજ કાર્યવાહી ન કરાતા આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત માજ કાદવ કિચચડને લઈ ગંદકી થતા લોકોને વિસ્તારમાં આવા જવા નું મુશ્કેલ બન્યું છે.

વર્તમાન સરકારના સૂત્ર છેવાડે થી છેવાડેનો માનવી કોઈ પ્રાથમિક સુવિધાથી વંચીત ન રહી જાય તેવા સૂચનો વચ્ચે હાલોલ પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોય રહીશોને ભારે હાલાકી પડતા પાલિકા તંત્રની કામગીરી વામણી પુરવાર થતી દેખાઈ રહી છે.

સમસ્યા ને લઈ વિસ્તારના ચુટાયેલા સભ્યો સહિત પાલિકાના સત્તાધીશોને વારંવાર રજુઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી ન કરાતા વિસ્તારના રહીશોને હવે નિસાસા નાખ્યા વગર કોઈ રસ્તો ન હોવાનો અનુભવ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...