તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી કાર્યક્રમોની રણનીતિ:હાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમ

હાલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિરના સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિરના સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડાના કાર્યકરોએ આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરી

હાલોલ તાલુકા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડાના હોદ્દેદારો અને કાર્યકરો વચ્ચે આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવા કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં એક સંવાદ કાર્યક્રમનું આયોજન હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિરના સભાખંડમાં શુક્રવારે કરવામાં આવ્યું હતુ.

જેમાં આગામી સંગઠનલક્ષી કાર્યક્રમો, કાર્યકર્તાઓના જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા, દેશમાં વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારા માટેના વિરોધ શહેર અને તાલુકા કક્ષાએ પ્રદર્શનના કાર્યક્રમો અંગેની ચર્ચા વિચારણા, વધી રહેલી બેરોજગારોની સંખ્યા અને ખેડૂતોને થઇ રહેલા અન્યાય બાબતે પણ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કોંગ્રેસના લોકસભાના પૂર્વ ઉમેદવાર રણજિતસિંહ રાઠવા, પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી , હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, ઘોઘંબા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર, જાંબુઘોડા પ્રમુખ મોતીસિંહ બારીયા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી ગુરુરાજસિંહ ચૌહાણ, હાલોલ તાલુકા વિરોધ પક્ષ નેતા મહેશભાઈ રાઠવા, જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી તેજેન્દ્રસિંહ પઢીયાર, જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ વિશાલ જાદવ, આદિજાતિ સેલ પ્રમુખ ગુલસિંહ રાઠવા, પ્રદેશ ઓબીસી મહામંત્રી અનીશ બારીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ હાજરી આપતા સ્થાનિક રાજ કારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...