તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કલી:હાલોલમાં ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરાતાં હાલાકી

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલની કરીમ કોલોનીમાં ભૂગર્ભ ગટરની ટલ્લે ચડતા લોકોને પડતી હાલાકી - Divya Bhaskar
હાલોલની કરીમ કોલોનીમાં ભૂગર્ભ ગટરની ટલ્લે ચડતા લોકોને પડતી હાલાકી
  • ગટર યોજનાની કામગીરી 10 મહિનાથી બંધ કરાઇ
  • સભ્ય તથા સત્તાધીશોને વારંવાર રજૂઆત છતા નિરાકરણ નહીં

હાલોલ નગર પાલિકા ભાજપ શાસિત છે વોર્ડ ન 5માં પણ ભાજપ સભ્યોની બહુમતી છે તેમ છતાં વોર્ડ ન 3 અને 5માં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોવાના વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. વોર્ડ ન 5 માં આવેલ કરીમ કોલોનીની 101 વસાહત વિસ્તારમાં એક વર્ષ પહેલાં ગટર લાઈનની કામગીરી શરૂ થતાં રહીશોમાં ઉત્સાહ જાગ્યો હતો.

પણ કમનસીબે ગટર યોજનાની કામગીરી છેલ્લા દસ મહિના ઉપરાંતથી બંધ કરી દેવાતા વિસ્તારના રહીશોએ ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકા સતાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈજ નિરાકરણ ન આવતા વિસ્તારના જાગૃત લોકો ને જાણકારી મેળવવા આરટીઆઇ નો સહારો લેવાની ફરજ પડી છે. ગટર લાઈનની કામગીરી કરવા માંડમાંડ વર્ષો પછી બનેલ આરસીસી રોડ તોડી નખાતા હવે ગટરના અધૂરા કામ ને લઈ ભારે કાદવ કીચડ થઈ જતા વિસ્તારમાં કોઈ ઇમર્જનસી ઘટના બને તો કોઈ વાહન પણ આવી સકે તેમ ન હોય લોકો નો પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ સાથે રોષ ફેલાયો છે

અન્ય સમાચારો પણ છે...