તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છટકબારી રાખી:હાલોલમાં દારૂની બોટલ મળી છતાં BJP ધારાસભ્ય સહિત 26નાં બ્લડ સેમ્પલ ન લીધાં

હાલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રિશોર્ટમાંથી પકકડાયેલા આરોપીઓને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. - Divya Bhaskar
રિશોર્ટમાંથી પકકડાયેલા આરોપીઓને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
 • પોલીસે જુગાર સાથે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો
 • શિવરાજપુર રિસોર્ટમાંથી દારૂની 9 બોટલ સહિત 1.15 કરોડની મતા કબજે

શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાં જુગારધામ પર દરોડો પાડી માતરના ભાજપી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26ને ઝડપી કોઈન, 3.88 લાખ રોકડા, 25 મોબાઇલ, 8 લક્ઝુરિયસ કાર અને 9 દારૂની બોટલ સહિત 1.15 કરોડનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.દારૂની બોટલો મળવા છતાં પોલીસે આરોપીઓના બ્લડ સેમ્પલ લેવાની દરકાર કરી ન હતી. જેથી કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે.

પોલીસે રિસોર્ટમાં બંધ બારણે રેડની કાર્યવાહી કરતાં સવાલો થયા છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને મિત્રોએ રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું હતું અને બહારથી મહિલાઓ બોલાવી દારૂ-જુગારની મહેફિલનું સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. પોલીસને દારૂની 9 બોટલ મળી છતાં દારૂનું સેવન કર્યું છે કે નહીં તે જાણવા બ્લડ સેમ્પલ લીધા ન હતા. હાલોલ હોસ્પિટલમાં માત્ર શારીરિક પરીક્ષણ કરાવી સંતોષ માન્યો હતો.

હું તો ગાર્ડન બેઠો હતો : ધારાસભ્યનો બચાવ
હાઈટેક જુગારધામમાં ઝડપાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ લૂલો બચાવ કરી મીડિયા સમક્ષ જણાવ્યું, હું તો પાવાગઢ દર્શન કરવા આવ્યો હતો. રિસોર્ટમાં ગાર્ડનમાં બેઠો હતો અને આમાં આવી ગયો.

બ્લડનાં નમૂના લેવડાવ્યાં રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી
DYSP, હાલોલ એચ.એ.રાઠોડે કહ્યું- ધારાસભ્ય સહિત 26 સામે ગુનો નોંધી તેમણે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે અંગે તમામને રેફરલ હોસ્પિ.માં મોકલી શારીરિક તપાસ સાથે બ્લડ સેમ્પલ લેવડાવ્યા છે. રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

માત્ર શારીરિક ચેકઅપ, અન્ય કોઇ ટેસ્ટ કર્યો નથી
હાલોલ ચૌધરી,રેફરલ હોસ્પિટલના ડો. અમિતે કહ્યું- પાવાગઢ પોલીસ શુક્રવારે 19 પુરુષ, 7 મહિલાને શારીરિક ચેકઅપ માટે લાવી હતી. તેમનું શારીરિક ચેકઅપ કરી ફિટનેસ સર્ટી. આપ્યું છે. બાકી કોઈ ટેસ્ટ કરવા પોલીસે જણાવ્યું નથી.

ઝડપાયેલા 26 આરોપીઓનાં નામ

 • હર્ષદ વાલજી પટેલ, અમદાવાદ
 • જયેશ રમેશ આકોલીયા, અમદાવાદ
 • પ્રમોદસિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય, અમદાવાદ
 • જયેશ લાલજી પટેલ (કામાણી), અમદાવાદ
 • ગીરીશ કાશીરામ પટેલ, અમદાવાદ
 • રાજેન્દ્ર લાલજી પટેલ, અમદાવાદ
 • દીપેન બાબુ પટેલ, અમદાવાદ
 • પ્રફુલ રામ પટેલ, અમદાવાદ
 • અનિલ રમેશ આકોલીયા, અમદાવાદ
 • નિમેશ ધીરૂ પટેલ, અમદાવાદ
 • મોનાર્ક ગણપત પટેલ (ધાનાણી), અમદાવાદ
 • વિક્રમ મણીસિંગ બસ્ટેન, ગાંધીનગર
 • શૈલેષ ધનજી માયાણી, સુરત
 • સંજીવ બળદેવ પટેલ, અમદાવાદ
 • મહેન્દ્રભાલા મણી પટેલ, આણંદ
 • જયેશ રતી કાછડીયા, વડોદરા
 • વિક્રમ જેઠા પરડવા, જુનાગઢ
 • કેશરીસિંહ જેસંગભાઇ સોલંકી, ખેડા
 • પ્રકાશ લાલજી ચોડવડીયા (પટેલ), અમદાવાદ
 • ​​​​​સાત મહિલાઓનાં નામ સ્ત્રી ઔચિત્યને ધ્યાને રાખી પ્રસિદ્ધ કર્યાં નથી
અન્ય સમાચારો પણ છે...