સમસ્યા:કાટુ ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં મોત

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાટુ ગામે  દીપડાએ હુમલો કરી બાળકને ઝાડીમાં ખેંચી જતા ટોળા તથા જંગલ ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી - Divya Bhaskar
કાટુ ગામે દીપડાએ હુમલો કરી બાળકને ઝાડીમાં ખેંચી જતા ટોળા તથા જંગલ ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
  • સીમમાં ઘાસ કાપતા પરિવારના બાળક પર દીપડાનો હુમલો

ઘોઘંબા તાલુકાના કાટુ ગામની સીમમાં ઘાસ કાપી રહેલ પરિવારના 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી તેને ઝાડીમાં ખેંચી લઇ જઈ ફાડી ખાતા બાળકનું મોત નીપજ્યું હતુ. બનાવની જાણ થતાં ઘોઘંબા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.

કાટુ ગામમાં રહેતા બલસિંગભાઈ કામ અર્થે બોડેલી ગયા હતા દરમિયાન સવારે તેમની પત્ની પુત્ર મુકેશ ઉ.10 પરિવાર ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા તેવામાં અચાનક ઘાસ માં છુપાઈ રહેલ દીપડો આવી હુમલો કરતા નાસભાગ થઈ હતી દરમિયાન મુકેશ દીપડાના હાથમાં આવી જતા દીપડો મુકેશને ઝાડીમાં 20 મીટર દૂર ખેંચી જઇ ફાડી ખાતા મુકેશનું ત્યાંજ પ્રાણ પખેરું ઉડી ગયું હતું બનાવની જાણ થતા આસપાસ ગામ લોકો સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા મુકેશને મોતને ઘાટ ઉતારનાર આદમ ખોર દીપડાને પકડવા જગલમાં પિંજરા મુકાયા છે.

માંડવમાં સરપંચના ઘર પાસેના કૂવામાંથી મૃત દીપડી મળી આવી
ધાનપુર. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામમાંથી સરપંચની માલિકીના કૂવામાંથી દીપડી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે વન વિભાગને જાણ કરતા વન વિભાગ મૃત દીપડીને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. દીપડી એક દિવસ પહેલાં જ કૂવામાં પડી હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. ધાનપુર તાલુકાના માંડવ ગામમાં ગામના સરપંચ નરસિંહ ભાઈ તડવીના ઘર નજીકના કૂવામાં ગતરાત્રિના સમયે પાંચ વર્ષની આશરે ઉમરની એક દીપડી પડી ગઇ હતી.આ બાબતની કોઈને જાણ ન હોય ત્યારે આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામના સમસુભાઈ તડવી કૂવામાં પાણી ખેંચવા જતા તેમને મૃત દીપડી જોવા મળી હતી. તેમણે નરસિંહભાઇને જાણ કરી હતી. સરપંચ નરસિંહભાઇએ વનવિભાગને ધાનપુર જાણ કરતા વનવિભાગનો સ્ટાફ માંડવ ગામે દોડી આવ્યો હતો. સાંજના છન વાગ્યાના અરસામાં આ દીપડાને કુવા માંથી કાઢીને ધાનપુર ખાતે લઈ જવામાં આવી હતી. દીપડી એક દિવસ પહેલાં જ કૂવામાં પડી હોવનો અંદાજ માંડવામાં આવ્યો છે. આ દીપડી કૂવાના પાણીમાં તરતા થાકી ગયા બાદ તેનું ડૂબી જવાને કારણે મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. દીપડીના પોસ્ટ મોર્ટમ બાદ જ વધુ વિગત જાણી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...