આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને વડીલ ભક્તોએ કરેલ છે.
તો હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, ગોધરા અને પંચમહાલ જીલ્લાથી લઈ છેક MP ના ધાર જિલ્લાના ગામોના આજુબાજુના ભક્તોઆ કુંભના દર્શન અને પૂજનની સ્મૃતિ હૃદયસ્થ કરશે. આ સાથે કુતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં હરિધામ સોખડાથી વડીલ સંતો, વડીલો ભગતો સાથે હાલોલના ધારાસભ્ય અને મંત્રી જયદ્રથસિંહ પરમાર અને હાલોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર અને હાલોલ શહેર પ્રમુખ અને હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા અને હાલોલ પાલિકાના પ્રમુખ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના યુગ કાર્યની ઝાંખી કરાવશે. હરિપ્રસાદ સ્વામીના હૃદયમાં હાલોલ પ્રદેશનું વિશેષ મહત્વ રહ્યું છે. તેવું પ્રાદેશિક સંત્વર્ય સાધુ શાશ્વતસ્વરૂપદાસ, પ્રાદેશિક સંત્વર્ય સાધુ પ્રભુદર્શનદાસ તથા આત્મીય પ્રદેશ હાલોલ વિભાગ સત્સંગ મંડળના પ્રમુખ દિપકભાઈ નાયક અને હાલોલ શહેર સત્સંગ મંડળના પ્રમુખ નગીનભાઈ વાઘેલા અને હાલોલ ગ્રામ્ય સત્સંગ મંડળના પ્રમુખ વિઠ્ઠલભાઈ બારીયા આ ભક્તોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.