સાયકલ રેલી:વડોદરા SRP ગ્રૂપ 9 દ્વારા વડોદરાથી પાવાગઢ સુધી સાઇકલ રેલી આયોજન

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જનજાગૃતી અંતર્ગત યોજાયેલ સાયકલ રેલી હાલોલ આવી પોહચતા એમજી મોટર્સ દ્વારા સ્વાગત કરાયું હતું. - Divya Bhaskar
જનજાગૃતી અંતર્ગત યોજાયેલ સાયકલ રેલી હાલોલ આવી પોહચતા એમજી મોટર્સ દ્વારા સ્વાગત કરાયું હતું.
  • SRP ગ્રૂપની મહિલા કર્મીઓ સહિત 71 સાઇકલિસ્ટોએ ભાગ લીધો હતો

વડોદરા SRP ગ્રૂપ 9ના અધિક્ષક એમડી જાની ના. અધિક્ષક ડી.બી બાંભણીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસ કમિશનર ડો.સમસેરસિંહની ઉપસ્થિતિમાં સાયકલ રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું સાયકલ રેલીમાં એસઆરપી ગ્રૂપની મહિલા કર્મીઓ સહિત 71 સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો વહેલી સવારે નીકળેલી સાયકલ રેલી 11 વાગે હાલોલ આવી પહોંચી હતી જ્યાં હાલોલ સ્થિત એમ જી મોટર્સ કંપની દ્વારા રેલીનું સ્વાગત કરી અતિથિગૃહ ખાતે સાયકલીસ્ટો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પોલીસ એટલે દંડાવાળીની વ્યાખ્યા સામે વડોદરા એસઆરપી ગ્રૂપ 9 દ્વારા જન જાગૃતિ અને ફિટનેસના સંદેશા સાથે વડોદરાથી પાવાગઢ સુધીની સાયકલ રેલી યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...