આનંદપુરાના તળાવમાં છેલ્લા 4-5 દિવસથી એક લાંબો વિશાળકાય મગર તળાવમાં ટહેલતો જોવા મળ્યો હતો. તળાવની પાળ પર ચારો ચરતી એક બકરી અને એક કૂતરાને મગરે શિકાર બનાવતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. ગામમાં રહેતા અજય ભાઈ પ્રતાપભાઈ પરમારે તળાવમાં મગર આવી ચડયો હોવાની જાણ હાલોલ વનવિભાગની ટીમ તેમજ પંથકમાં જાનવરો માટે કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલના પંચમહાલ જિલ્લાના પ્રમુખને કરી હતી.
જેમાં હાલોલ વનવિભાગ શિવરાજપુર રેન્જના આર.એફ.ઓ સુખરામ રાઠવા તેમજ વનવિભાગના કર્મચારીઓ પુથ્વીરાજ ચૌહાણ, યોગેશભાઈ તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલના પ્રમુખ રીપલ પટેલ સહિત ટીમના સભ્યો સંદીપભાઈ સોલંકી, સુનિલભાઈ, તેમજ પ્રહલાદભાઈ પરમારે આનંદપુરા ખાતે મગરને ઝડપી પાડવા માટે પહોંચ્યા હતા. જ્યાં મગરને ઝડપી પાડવા માટે વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તળાવના ઉંડા પાણીમાં મગરને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ સાત ફૂટની લંબાઈ ધરાવતા મહાકાય મગરને ઝડપી પાડવામાં વન વિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને સફળતા પ્રાપ્ત થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.