કોરોના ઇફેક્ટ:હાલોલમાં કોરોના ટેસ્ટિંગ અને ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી શરૂ

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલની વી એમ હાઇસ્કુલના ટેસ્ટીંગ કેન્દ્રની મુલાકાત લઈ કલેકટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓએ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. - Divya Bhaskar
હાલોલની વી એમ હાઇસ્કુલના ટેસ્ટીંગ કેન્દ્રની મુલાકાત લઈ કલેકટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓએ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
  • કલેક્ટરે હાલોલ ખાતે અગ્રણીઓ સાથે બેઠક યોજી
  • પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ સહિતે રેપિડ ટેસ્ટ કરાવ્યા

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગોધરા બાદ હાલોલ ખાતે મોટા પાયે ટેસ્ટિંગ અને સઘન ડોર-ટુ-ડોર સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેગા અભિયાનની શરૂઆત જિલ્લા સમાહર્તાએ અગાઉ લોકોને આ અંગે જાગૃત કરવા અને જરૂર જણાય ત્યારે ટેસ્ટિંગ માટે આગળ આવવા સમજાવવા સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ સાથે બેઠક યોજી સમગ્ર અભિયાન અને તેના હેતુ અંગે સમજણ આપી હતી.

જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવતા આ સ્થિતિ જાળવી રાખવા માટે સંક્રમણના ફેલાવાને કાબુમાં રાખવો અતિ આવશ્યક છે અને તેથી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવા અને એ રીતે અન્યોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી હોવાનું કલેકટરે જણાવ્યું હતું. મેડિકલ સર્વે સમયે લોકો સહકાર આપે, લક્ષણો જણાયતો ગભરાયા વગર આગળ આવીતે અંગે જણાવે, જરૂર પડે ટેસ્ટ માટે સેમ્પલ આપે તે અંગે સામાન્યજનોને સમજાવવા અને આ ઝુંબેશને સફળ બનાવવા સહકારની અપીલ કલેકટરએ કરી હતી. જેના માટે પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં મેડિકલ સર્વે અને ટેસ્ટિંગ ટીમો સાથે સંકલન સાધીને કામ કરવાની કલેક્ટરે વિનંતી કરી હતી.

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર લક્ષણો વિનાના સ્વસ્થ દર્દીઓને નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેટ કરવામાં આવે છે, જેથી ફરજિયાતપણે હોસ્પિટલમાં દાખલ થવા અંગેનો ડર જનતામાંથી દૂર થાય તે જરૂરી છે. વિસ્તાર દીઠ એક ધન્વંતરિ રથ અને ૪-૫ સર્વે ટીમો આપવામાં આવશે. રથ દીઠ એક ડોકટર, સેમ્પલીંગ માટેની સુવિધા, ફલૂ કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સર્વે દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા, કો-મોર્બીડ, વધુ ઉંમર ધરાવતા, સુપર સ્પ્રેડર હોય તેવા અને સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવવા તૈયાર હોય તેવા વ્યક્તિઓના ટેસ્ટ પણ રેપીડ એન્ટીજન કીટની મદદથી કરવામાં આવશે.

કલેકટરે હાલોલની વી. એમ. હાઇસ્કુલ ખાતેના ટેસ્ટીંગ કેન્દ્રની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલોલમાં વોર્ડ નંબર-૧થી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનની શરૂઆતમાં હાલોલ શહેરમાં અને ત્યારબાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ટેસ્ટિંગ અને સર્વે હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી એ.કે. ગૌતમ, મામલતદાર કટારા સહિતના અધિકારીઓ, નગરપાલિકા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...