તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાવાગઢ નજીકની મિનારા મસ્જિદમાં ટૂંકી નમાજ પઢવા સરકાર પાસે સંમતી મગાઇ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ મેહદવી સમાજ દ્વારા ટૂંકી બે રકાત નમાજ પઢવા રજૂઆત

પંચમહાલના હાલોલ તાલુકાના પાવાગઢની મધ્યમાં આવેલ ખૂંદમીર દરગાહ નજીક આવેલ ઐતિહાસિક એક મિનારા મસ્જિદમાં પ્રવાસે આવતા મુસ્લિમ મેહદવી સમાજના લોકોને મસ્જિદમાં ટૂંકી બે રકાત નમાજ પઢવા માટે, એલ એલ એમ ગ્રૂપ દ્વારા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી સહિત યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિને રજૂઆત કરાઈ છે.રાજ્ય સહિત દેશભર સહિત વિદેશોમાં હઝરત સંયદ મોહમંદ જોનપુરી ઇમામ મેહદી(અ.સ.)ના અનુયાયીઓ વસે છે.

સાથે ગુજરાતમાં પણ મુસ્લિમ મેહદવી સમાજના લોકો રહે છે. જેમની સાથે દેશ-વિદેશના મેહદવી સમાજના હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હજરત બદંગીમીયા સૈયદ ખૂંદમીર (ર.જી.)ની પવિત્ર દરગાહ ખાતે જીયારત માટે આવે છે. નોંધનીય છે કે હજરત મેહદી (અ. સ.)એ આ પવિત્ર સ્થળ ચાંપાનેર મુકામે દોઢ વર્ષ જેટલો સમય અહીં વિતાવ્યો હતો. વસવાટ દરમિયાન હજરત બદંગીમિયા સૈયદ ખુંદમીરની પવિત્ર દરગાહની પાછળના ભાગે આવેલ એક મિનાર મસ્જિદ કે જે સ્થાનિક લોકબોલીમાં એક તોડાની મસ્જિદના નામથી પ્રચલિત છે. હાલ મસ્જિદની જાળવણી અને નિભાવણી ભારતીય પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે, ત્યાં ટૂંકી બે રકાત જે મુસ્લિમ સમાજમાં યાત્રા કે સફર દરમિયાન પઢાય છે તે અદા કરી હતી.

મુસ્લિમ મેહદવી સમાજના અનુયાયીઓ આ ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે જ્યારે પણ અહીં યાત્રાએ આવે ત્યારે એક મિનાર મસ્જિદમાં ટૂંકી બેરકાત નમાજ પઢવા ઈચ્છે છે. ત્યારે એલ એલ એમ ગ્રૂપ લાઈક માઇન્ડેડ મેહદવીસ ગ્રૂપના પ્રમુખ ડો સૈયદ અલી દિલાવર દ્વારા કેન્દ્રિય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ ડાયરેક્ટર એરિક ફાલટનને લેખિત રજૂઆત કરી પત્રમાં વિનંતિ કરાઈ છે કે તેઓ સંબંધિત સત્તાવાળાઓને સૂચના આપે ચાંપાનેર ખાતે આવેલ હજરત બદંગીમિયા સૈયદ ખુંદમીર (ર.ઝી.)ની દરગાહની જિયારત અર્થે ગુજરાત ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી આવતા મુસ્લિમ મેહદવી સમાજના લોકોને ચાંપાનેર પાસે આવેલ એક મિનારા મસ્જિદમાં ટૂંકી બેરકાત નમાઝ વધુ લોકો એકત્રિત ન થાય એ રીતે પઢવાની અનુમતિ આપવામાં આવે અને તેવી સરકાર પાસે આશા વ્યક્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...