ચૂંટણીની તૈયારીઓ:અરાદમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આપમાં જોડાયાં

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના પ્રદેશ નેતાએ જાહેરસભા સંબોધી
  • ​​​​​​​આપની ટોપી અને ખેસ કાર્યકરોએ પહેરી

વિધાનસભાની ચુંટણીઓના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ છે. હાલોલ વિધાનસભા મત ક્ષેત્રના અરાદ ગામે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપના પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી ઉપસ્થિત રહી સભા સંબોધી હતી.

કાર્યક્રમના સ્થળ ઉપર નેતા ઇશુદાન ગઢવીની ઉપસ્થિત બાદ જાંબુઘોડા, ઘોઘંબા અને હાલોલ તાલુકા પ્રમુખઓએ ફુલગુચ્છથી સ્વાગત કર્યું હતું. હાલોલ વિધાનસભા પ્રભારી તથા જિલ્લા મહામંત્રીએ ઇશુદાન ગઢવીને શાલ ઓઢાડી સન્માન આપ્યું હતું. ઘોઘંબા તાલુકા કોંગ્રેસના તાલુકા સંગઠનમંત્રી પોતાના 20 જેટલા સમર્થકો સાથે તથા ભાજપના 15 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓને ઇશુદાન ગઢવીએ ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા.

પ્રદેશ નેતા ઇશુદાન ગઢવીએ સભા સંબોધતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડરથી ભાજપ ગુજરાત માં વહેલી ચૂંટણી લાવી રહ્યા છે ત્યારે પુરો કાર્યકાળ સત્તા નિભાવો નહીંતર છ મહિના વહેલા ઘર ભેગા થશો તેમ જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યારનો તમારા ઘરનો, શાળાનો વિગેરે ફોટો લઈ લેજો, અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવ્યા બાદ પાંચ વર્ષમાં કોઈ કામ ના થાય, એમાં બદલાવ ના આવે તો બીજી વાર આમ આદમી પાર્ટીને વૉટ ના આપતા એમ કહીને લોકોમાં ભરોસો બતાવ્યો હતો.

જિલ્લાના પૂર્વ પ્રમેખ, જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ તથા તાલુકા પ્રમુખ વિશાલ જાદવે પણ ટુંકુ વક્તવ્ય આપ્યું હતું.જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ, ઉપ પ્રમુખ, સહિતના સંગઠનના પદાધિકારીઓ તથા ઘોઘંબા, જાંબુઘોડા અને હાલોલના સૌ તાલુકા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...