તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રૂપિયાની લેતી દેતીમાં યુવાન પર ધારિયાથી હુમલો કરાતા ફરિયાદ

હાલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલોલમાં આમલેટની લારી પર રાત્રે બનેલો બનાવ

હાલોલમાં આમલેટની લારી પર શુક્રવારની રાત્રિએ પૈસાની લેવડ દેવડના મામલે એક યુવાને બીજા યુવાનને ધારિયાના ઘા મારી ડાબા હાથની આંગળી ચીરી નાખતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. હાલોલના રહીમ કોલોની ખાતે રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા સદ્દામ લીંબડીયાએ અંગત જરૂરત હોઇ વહાબખાન પઠાણ પાસેથી 20 હજાર ઉછીના લીધા હતા.

જેમાં સદ્દામે સગવડ મુજબ 15,000 વહાબને પરત કર્યા હતા. જેમાં રાત્રે સદ્દામ એમ.એસ.હાઈસ્કૂલની સામે શનિ આમલેટની લારી પર લારી સંચાલક પ્રકાશભાઇ સાથે બેઠો હતો. તે દરમિયાન વહાબ એક્ટીવા પર પત્નીને બેસાડીને ત્યાં આવ્યો હતો. એક્ટીવા પરથી ગુસ્સામાં ઉતરી સદ્દામને ગાળો બોલી સદ્દામને લાફો મારી તું મારા પૈસા પાછા કેમ નથી આપતો કહી ઝઘડો કરતા લારીના સંચાલકે વચ્ચે પડી છોડાવતા તુ અહીંયા જ બેસજે હું આવું છું તેમ કહી સ્થળ પરથી ચાલ્યો ગયો હતો.

બાદ એકટીવા લઈને એકલો આવ્યો હતો ડેકીમાંથી પાલો કાપવાનું ધારીયુ બહાર કાઢી સદ્દામના મોઢા પર ઘા કરતા સદ્દામે પ્રહારને રોકવા ડાબો હાથ આડો કરતા આંગળી ચિરાઈ જતાં લોહીલૂહાણ થઈ ગયો હતો. જેમાં ધારીયાનો ઘા મારી હું તને જોઈ લઇશ તેમ કહી વહાબ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત સદ્દામને તેના મિત્રો દવાખાને લઈ જઈ સારવાર કરાવી હતી. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે સદ્દામે વહાબ સામે ગુનો નોંધાવતા સદ્દામની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...