તપાસ:હાલોલમાં ફેકટરીના માલિક પર 3 જણાએ હુમલો કરતાં ફરિયાદ

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસાની લેવડ દેવડમાં ફેકટરીના સીસીટીવી તોડી નાંખ્યા

હાલોલ જીઆઇડીસીમા આવેલ પ્લાસ્ટિક ફેક્ટરી માલીકને ધંધાના રૂપિયાની લેવડદેવડમા ફોન પર ગાળો બોલી ફેક્ટરી પર આવી સીસીટીવી કેમેરાના વાયરો તોડી નાંખી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ત્રણ હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

હાલોલના ગોધરા રોડ પર અલકાપુરી સોસાયટીમાં રહેતા યોગેશકુમાર બાબુલાલ શાહ હાલોલ ગોધરા રોડ પર આવેલ યોગી હોટેલ પાસે હાલોલ ભવ્ય એન્ટરપ્રાઇઝ નામની પ્લાસ્ટિકની ફેકટરી ચલાવે છે. જેમાં તેઓએ હાલોલના નારાયણ નગરમાં રહેતા ભરતભાઈ ઠક્કરનાઓને ફોન કરી પોતાની બાકીના પૈસાની માગણી કરી હતી.

જેમાં ભરતભાઈ ઠક્કરે તેઓને ફોન પર ગાળો બોલી ધમકી આપવા લાગ્યા જે બાદ થોડીવાર પછી ભરતભાઇ તથા તેઓના છોકરા રવિભાઈ ભરતભાઈ ઠક્કર તથા મિતેશભાઇ ભરતભાઈ ઠક્કર એન ત્રણેય બાપ બેટા યોગેશભાઈની કંપની ખાતેની ઓફિસે આવી મા બેન સમાની ગાળો બોલી કંપનીની ઓફિસના સીસીટીવીના કેમેરાના વાયરો તોડી નાખી યોગેશભાઈને ગડદાપાટુનો માર મારી બુમાબુમ કરતા કંપનીના કંપનીમાં કામ કરતા વર્કરો દોડી આવ્યા હતા

રવિભાઈ એ પોતાની પાસે રહેલ ચપ્પુ બતાવી યોગેશભાઈ ને કહ્યું હતું કે અમારી પાસે પૈસાની ઉઘરાણી કરી છે તો તારી ફેક્ટરી બંધ કરાવી દઈશ અને તારા આંતરડા કાઢીને તને જાનથી મારી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય બાપ બેટા ત્યાંથી ચાલ્યા ગયા હતા જેમાં બનાવ અંગે યોગેશભાઈ શાહે ભરતભાઈ રવિભાઈ અને મીતેશભાઈ સામે ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...