ફરિયાદ:વેડ ગામે જાનથી મારવાની ધમકી આપતા 7 સામે ફરિયાદ

હાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોકરી ભગાવવાનની અદાવત રાખી ધમકી આપી

વેડ ગામે છોકરી ભગાવવાનની અદાવત રાખી છોકરી પરિવારના 7 ઈસમોએ મારક હથિયારો સાથે છોકરાના ઘરે ઘૂસી જઈ મકાનના દરવાજાને તોડી ઘરમાં રાખેલા ઘરવખરી સહિત સર સામાનની તોડફોડ કરી છોકરાના પિતાને જાતીય અપમાનજનક શબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપતા 7 ઈસમો સામે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વેડ ગામના જલુભાઈ રાઠવાનો પુત્ર ગામના વિક્રમભાઈ બારીયાની પુત્રીને ભગાવીને લઈ ગયો હતો. જેની દુશ્મનાવટ રાખી વિક્રમ બારીયા, અજય બારીયા, કલ્પેશ બારીયા, શકુ બારીયા, કૌશિક બારીયા, હસમુખ બારીયા અને કાળુ બારીયાએ જલુ રાઠવાના કાચા છાપરાવાળા મકાનમાં મારક હથિયારો સાથે ઘૂસી જઈ મકાનનો દરવાજો તોડી ઘરમાં રાખેલ ઘરવખરીની તોડફોડ કરી હતી. અને જલુ રાઠવાને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપતા 7 ઈસમો સામે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...