તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાલોલ તાલુકા પંચાયતના મૃત ટીડીઓ વિરુદ્ધ ખોટો દાખલો આપવા સામે 14 વર્ષ બાદ ફરિયાદ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા જાતિ પ્રમાણપત્રથી મહિલાએ પાલિકા પ્રમુખની સત્તા હાંસિલ કરી

હાલોલ તાલુકા પંચાયતના મર્હૂમ ટીડીઓએ કાર્યકાળ દરમિયાન સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષિપંચ)નો દાખલો કાઢી આપવા માટે પોતે સક્ષમ અધિકારી ન હોવા છતાં ઠગાઈ કરવાના ઇરાદે શહેરમાં રહેતા હાલ પાલિકાના વર્તમાન પ્રમુખ વિભાક્ષીબેન નારાયણભાઈ દેસાઈ રહે, 6/3, ઘનશ્યામ નગર, હાલોલને સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષિપંચનો દાખલો કાઢી આપ્યો હોવાની ઘટનાના 14 વર્ષ 5 મહિના બાદ તંત્રના ધ્યાને આવતા હાલના વર્તમાન ટીડીઓ સૂક્રમ નારૂભાઈ તડવીએ મરહુમ વીનુંભાઈ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલોલ પાલિકાના વર્તમાન પ્રમુખ વિભાક્ષીબેન નારાયણ ભાઈ દેસાઈને સાલ 2008માં નગર પાલિકાની બક્ષિપંચ સીટ પરથી ચૂંટણી લડવાની હોય બક્ષિપંચનો દાખલો મેળવવા હાલોલ મામતદાર કચેરીની જગ્યાના બદલે વિભાક્ષીબેને હાલોલ તાલુકા પંચાયતના તત્કાલીન મર્હુમ તાલુકા વિકાસ અધિકારી વિનુભાઈ ભીખાભાઈ પટેલ પાસે દાખલો લેવા તજવીજ હાથ ધરી હતી. તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી બક્ષિપંચનો દાખલો આપવા સક્ષમ ન હોવા છતાં તેમની પાસેથી બક્ષીપંચનો દાખલો મેળવી ચુંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા.

પાલિકા પ્રમુખના બીજા સત્રમાં પ્રમુખ સીટ માટે બક્ષીપંચ સીટ અનામત હોય બીજા સત્રમાં વિભાક્ષીબેન નારાયણભાઈ દેસાઈ પ્રમુખ બનતા તારીખ 3 સપ્ટેમ્બર-2010 થી 27 ફેબ્રુઆરી-2013 દરમિયાન પ્રમુખ કાર્યકાળ ભોગવ્યો હતો. ફરીથી વિભક્ષીબેન દેસાઈને સાલ 2018માં યોજાયેલી હાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.4માં ભાજપે બીજી વખત ટીકીટ આપતા ચૂંટાઈ આવતા વિજયી બન્યા હતા. તત્કાલીન સ્વર્ગીય તાલુકા વિકાસ અધિકારીને સત્તા ન હોવા છતાં બક્ષીપંચનો દાખલો આપવા બાબતે 14 વર્ષ બાદ તંત્રને જાણ થતાં હાલના તાલુકા વિકાસ અધિકારીએ હાલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તંત્રની બેદરકારી અને લાપરવાહી લઈને ભારે ચર્ચાઓએ સ્થાન લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...