ખાતમુહૂર્ત:વાવડીમાં પોલીકેબ કંપની દ્વારા બનનાર ચેકડેમનું ખાતમુહૂર્ત

હાલોલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય જયદ્રથસિંહ, રાકેશ તલાટીએ પૂજા અર્ચના કરી.
  • પ્રજાના વિકાસ કાર્યો માટેની અનોખી સેવાકીય પહેલ

હાલોલ ખાતે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા હાલોલ પંથકની ગ્રામ્ય પ્રજાના વિકાસને લગતી આરોગ્ય, શિક્ષણ, અને સિંચાઈ તેમજ વપરાશના પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતોને લગતી લાભદાયક સેવાકીય કામગીરીઓ સ્વખર્ચે અવિરતપણે કરાઈ રહી છે.

જેમાં પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનના ખર્ચે હાલોલ તાલુકાના વાવડી ગામે નિર્માણ પામનાર ચેકડેમનું ખાતમુહૂર્ત હાલોલના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત પોલિકેબ કંપનીના ડાયરેક્ટર રાકેશ તલાટીના વરદ હસ્તે સોમવારે યોજાયું હતું.

જેમાં કંપની દ્વારા વાવડી ગામે 1.15ના ખર્ચે 2 નવા ચેકડેમ તથા 2 ચેકડેમના રિનોવેશનના કામકાજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત કંપનીના ડાયરેક્ટર રાકેશ તલાટી દ્વારા ચેકડેમના જમીનની પૂજા અર્ચના કરી ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં વાવડી ગામે નવ નિર્માણ પામનાર 2 નવા ચેકડેમ તેમજ 2 રીનોવેશન ચેકડેમની કામગીરી દાહોદના સદગુરુ ફાઉન્ડેશનને સોંપવામાં આવી છે. આ અગાઉ ગત વર્ષે પણ વાવડી નજીક આવેલા રાયણખાંડ ગામે પોલિકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 2 નવા ચેકડેમ તેમજ 2 ચેકડેમોના રીનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું.

જેને લઇ રાયણખાંડ સહિત આસપાસની ગ્રામીણ પ્રજાની સિંચાઈ સહિતની પાણીની સમસ્યા દૂર થતાં ગ્રામજનોએ ખુશી અનુભવી હતી. તેમજ પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તાલુકાના વિવિધ ગામડાઓમાં ચેકડેમ, આંગણવાડી અને શાળાના નિર્માણ તેમજ રીનોવેશનની કામગીરી સહિતની ગ્રામિણ વિકાસની કામગીરી સ્વખર્ચે કરી તાલુકાની પ્રજાના વિકાસ કાર્યો માટેની અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી છે.

જેમાં વાવડી ગામે યોજાયેલા ખાતમુહુર્તના પ્રસંગે પોલીકેબ કંપની મુખ્ય પાંખના અધિકારીઓ ચિત્રાબેન દવે, નીરજ કુદનાનીની સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સદગુરુ ફાઉન્ડેશન દાહોદના સભ્યો હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, ભાજપા તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, મહામંત્રી અરવિંદભાઈ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...