હાલોલ લીમડી ફળીયામાં છોકરી ભગાડી જઈ લગ્ન કરતા એકજ સમાજના બે પક્ષો વચ્ચે ભારે ગજગ્રાહ સર્જાતા તા.2 અને 3 મેના રોજ લોહિયાળ પડઘા પડ્યા હતા. જેમાં છોકરી ભગાડવામાં મદદ કરનાર યુવાન રાકીબ શરીફ દાઢી પર આક્ષેપો કરી પ્રથમ બનાવમાં પારેખ ફળીયા નજીક રાત્રે એક વાગ્યાના સુમારે ચાર હુમલા ખોરોએ હુમલો કરી ઈજાઓ પોહચડી હતી. પોલીસ ચાર હુમલાખોરો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરે તે પહેલાં બીજા દિવસે ફરીથી પાવાગઢ રોડ પર રાકીબ દાઢીના ઘર પાસે આઠ હુમલાખોરો દ્વારા લોખંડ પાઈપ લાકડીઓથી રાકીબ દાઢી પર હુમલો કરવામાં આવતા રાકીબને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જયારે વચ્ચે છોડાવા પડેલ સાકીબ ડેલોલિયાને પણ ઈજાઓ પોહચતા બને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા દાખલ કરાયા છે. પોલીસે આઠ હુમલાખોરો વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાના પગલે લીમડી ફળીયા અને પાવાગઢ રોડ પર તંગદિલી ફેલાતા પોલીસે પેટ્રોલિંગ કરી સ્થિતિ કાબુ હેઠળ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલમાં લીમડી ફળીયાનો માહિર દેલોલિયા વિસ્તારની તેણીજ જ્ઞાતિની યુવતીની ભગાડી જઇ રજીસ્ટર લગ્ન કરી લીધા હતા. લગ્ન યુવતીના પરિવારજનોને પસંદ ન હોય છોકરી ભગાડી જવાને લઈ બંને પરિવારો વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો હતો. માહિર ડેલોલીયાને છોકરી ભગાડવામાં મદદ કરી હોવાના આક્ષેપો સાથે તેનો મિત્ર રાકીબ દાઢી 2 મેના રોજ મોડી રાત્રે પારેખ ફળીયા પાસે થી પ્રસાર થતો હતો.
તે વખતે લીમડી ફળીયામાં રહેતા નોમાંન નજીર સરકાર, કબીર સરકાર, એઝાંઝ અબુલ દાઢી અને એઝાંઝ જાબીર બાદશાહે રાકીબ પર હુમલો કરી ઈજાઓ પોહચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કમ નસીબે પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા ઘટનાના બીજા દિવસે રાત્રે લોહિયાળ પડઘા પડ્યા હતા. જ્યાં રાત્રે આઠેક વાગ્યાના સુમારે આકિલ ઉર્ફે બાલો અનવર લીમડીયા, આમિર રિઝવાન વાઘેલા, સીદીકૂલ સલીમ સરકાર, અમીન ઉર્ફે ચીની અનવર લીમડી, કાદિર મહમંદ સરકાર, શકીલ રસુલ જનત્રાલિયા, સમીર મહમંડ સરકાર, હમિદ મહમદ સરકાર રહે લીમડી ફળીયાએ રાકીબ પર હુમલો કરતા રાકીબને ગંભીર ઈજાઓ પોહચી હતી. વચ્ચે છોડાવવા પડેલા સાકીબ દેલોલિયાને પણ ઈજાઓ પોહચતા બન્નેને વડોદરા દાખલ કરાયા છે.
ઘટનાના બાદ લીમડી ફળીયા અને પાવાગઢ રોડ મોંઘાવાળા પાસે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થયા હતા. જ્યાં લીમડી ફળીયા ખાતે બન્ને પક્ષો સામસામે આવી જઈ પથ્થરમારો કરતા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થતી સર્જાઈ હતી. જ્યાં પોલીસે પેટ્રોલિંગ કરી પરિસ્થતી કાબુ હેઠળ કરી હતી. ઘટનામાં પોલીસે ગુન્હો નોંધી વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.