કાર્યવાહી:હાલોલમાં ઝૂંપડપટ્ટીના શ્રમજીવી પરિવારોનો કોર્ટમાં દાદ માંગતો દાવો

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનો જમીનદોસ્ત કરી બુલડોઝર ફરી ફેન્સિંગ કરી દીધી

હાલોલ સ્ટેશન રોડ પર આવેલ દોરડાવાસ ઝૂંપડપટ્ટી માં છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંત થી સરકારના નીતિનિયમો મુજબ લાઈટ પાણી આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે ત્રીસ ઉપરાંત કાચા મકાનોમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો પેર્કી આઠ મકાનો વીજળીક વેગે ખાલી કરી મકાનો જમીનદોસ્ત કરી બુલડોઝર ફરી ફેનસિંગ થઈ જતા બાકી મકાનો ઝુંપડા ખાલી કરાવા ચળવળ શરૂ થતાં શ્રમજીવી પરિવારોએ બળજબરી કરી જગ્યા ખાલી ન કરાવે માટે હાલોલ કોર્ટ માં દાદ માંગતો દાવો કરાયો છે.

હાલોલના દોરડાવાસમાં 40 વર્ષ ઉપરાંતથી ત્રીસ જેટલા પરિવારો દોડરા બનાવાનો વ્યવસાય કરી બાલ બચ્ચા સાથે ઝૂંપડપટ્ટીમાં રહે છે ઝૂંપડપટ્ટીની આસપાસ મોટા કોપ્લેક્સ અને શોપિંગ સેન્ટરો બની જતા વિસ્તારમાં જમીનોના ભાવ આકાશને અડી રહ્યા છે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા શ્રમજીવીઓ સલાટ સમાજના છે અને મધ્યપ્રદેશથી આવી વસવાટ કર્યો હોવાનું જાણવા મળેલ છે તમામ રહેતા પરિવારોના કાચા મકાનોમાં કાયદેસર લાઈટ પાણી સહિત ચુટણી. આધાર કાર્ડ સાથે બાળકો નજીક ની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરે છે.

એકાત મહિના અગાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલ 8 જેટલા મકાનો રહસ્યમય સંજોગોમાં ખાલી થઈ મકાનો પર બુલડોઝર ફરી વળી જગ્યાની ચારેબાજુ ફેનસિંગ તારની વાડ થઈ જતા ઝૂંપડપટ્ટીમાં રહેતા અન્ય લોકોમાં ભય ફેલાયો હતો દરમિયાન જગ્યા ખાલી કરવા દબાણ થતું હોવાથી કોઈ ધાક ધમકી બળજબરી કરી મકાનો ઝૂંપડપટ્ટી ખાલી ન કરાવે માટે ન્યાય મેળવવા શ્રમજીવીઓએ હાલોલ કોર્ટ માં દાવો દાખલ કરી દાદ માંગી છે. હાલોલ હાલ ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરતું હોય પરપ્રાંતમાંથી મોટી સખ્યાંમાં લોકો રોજીરોટી મેળવવા હાલોલમાં આવતા મકાનો જમીનોના ભાવ ઉંચા થઈ ગયા છે.

સરકારના અસરકારક લેન્ડ ગેબ્રિંગ કાયદા વચ્ચે કેટલાક તત્વો સાંમદામ દંડની નીતિ અપનાવી વિવાદિત જમીનો પરના કબ્જા ખાલી કરવામાં સફળ થઈ રહ્યા છે ત્યારે હાલોલના દોરડાવાસ પર ની ઝૂંપડપટ્ટીની જમીન પર વસતા શ્રમજીવી નો અને જે લોકોને ખાલી કરવામાં રસ છે તેમનો જમીન પર સુ હક છે તેતો હવે કોર્ટમાં નિર્ણય પર આધાર છે.

અહીં જંગલ હતું ત્યારના અમે વસવાટ કરીઅે છે
મારી 100 વર્ષની ઉમર થઈ ગઈ છે. ચાલીસ વર્ષથી મારા પુત્રો પરિવાર સાથે રહીએ છે. દોરડા બનાવી ગામડાઓમાં ફેરી કરી ગુજરાન ચલાવીએ છે હવે અમને જગ્યા ખાલી કરાવા દબાણ કરાઈ રહ્યું છે. હવે અમે ક્યાં જઈએ જયારે અહીં જંગલ હતું ત્યારના અમે વસવાટ કરીયે છે અમને કોઈ જબરજસ્તી હટાવસે તો અમે અહીજ મરી જઈશુ.>રૂપાબેન સલાટ, અસરગ્રસ્ત વૃદ્ધા

અન્ય સમાચારો પણ છે...