તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:જાંબુઘોડા મામલતદાર કચેરીએ બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

હાલોલ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપક્ષ ઉમેદવાર દ્વારા હજુ સુધી કોઈ ફોર્મ ભરાયા નહિ

રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા પંચમહાલમાં જાંબુઘોડા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો પસંદગી કરવાનું કપરું કામ પૂર્ણ થતાં ભાજપ પ્રેરિત પેનલના મેન્ડેડ મેળવનારા ઉમેદવારોની યાદી જાહેર થતા શુક્રવારે મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની એક બેઠક માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જાંબુઘોડા તાલુકા પંચાયત માટેની 16 બેઠકો ઉપર ભાજપે 10 મહિલા ઉમેદવારોને ચુટણી જંગમાં ઉતાર્યા છે. એ જોતાં પક્ષમાં મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું હોવાનું જણાયું છે. જ્યારે જિલ્લા પંચાયતની આદિજાતિ મહિલા બેઠક ઉપર પણ મેન્ડેડ આધારે ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. કોંગ્રેસ પ્રેરિત પેનલ તરફી નક્કી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અપક્ષ ઉમેદવાર તરીકે કોઈ ફોર્મ ભરાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો