તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાસ્કામાં સવારે થયેલા સામાન્ય અકસ્માતમાં સાંજે મારામારી

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બાસ્કા ઈકરા કોલોની ખાતે નજીવી બાબતે ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણ થતા 3ને ઈજા પહોંચી હતી. - Divya Bhaskar
બાસ્કા ઈકરા કોલોની ખાતે નજીવી બાબતે ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણ થતા 3ને ઈજા પહોંચી હતી.
 • ઈકરા કોલોની પાસે બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.
 • બે જૂથ આમને સામને આવતાં મારામારીની ઘટના બની

હાલોલ તાલુકાના બાસ્કા ખાતે આવેલ ઈકરા કોલોની નજીક સવારે બાઈક અને રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માતના મોડી સાંજે પડઘા પડ્યા હતા.હાલોલ તાલુકાના બાસ્કા ખાતે આવેલ ઈકરા કોલોનીમાં રમખાણોના આશ્રિતો રહે છે જેમાં ઇકરા કોલોની ખાતે રહેતો રિક્ષાચાલક આતીક અને નજીકમાં આવેલા ઉજેતી ગામના મોટરસાયકલ પર સવાર હાર્દિકભાઈ ગુલાબભાઈ જાદવ અને અજય ભાઈ સામતભાઈ પરમાર વચ્ચે મોટરસાયકલ અને રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થતાં નજીવી ઝઘડો તકરાર થઈ હતી ત્યારબાદ મોડી સાંજે સામાન્ય તકરાર ના ઘેરા પ્રત્યાઘાતો ના ભાગરૂપે મોડી સાંજે ઇકરા કોલોની નજીક ઉજેતી ગામના યુવાનો અને ઇકરા કોલોની ના રહીશો ના બે જૂથ આમને સામને આવી જતા મારામારી ની ઘટના બની હતી.

યાસીનખાન પીરૂખાન પઠાણ આતિકહુસેન નઝીરહુસેન મકરાણી, ઈલિયાસ યુસુફ મકરાણી, આબિદ હુસૈન નજીર મકરાણી, તેમજ બાલુભાઇ સોમાભાઈ વણકર નાઓને ઈજાઓ પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જેમાં બાલુભાઇ સોમાભાઈ વણકરને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા ઇકરા કોલોની ખાતે ધાર્મિક મસ્જિદ આવેલ હોય અને આ ઝઘડાના ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને હાલોલ ડી.વાય.એસ.પી એચ.પી. રાઠોડ ની સુચના મુજબ હાલોલ રૂરલ અને ટાઉન પોલીસે પરિસ્થિતિને થાળે પાડી મામલો શાંત કર્યો હતો અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ઈકરા કોલોની મસ્જિદ ખાતે તેમજ ઉજેતી ગામે અને બાસ્કા બસ સ્ટેન્ડ પાસે પોલીસ પોઈન્ટ મૂકી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું મોડી રાત્રે બંને પક્ષો સામે પોલીસે રાયોટિંગ સહિતનો ગુનો નોધી આરોપીઓની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો