તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:હાલોલની બેઠકો માટે ભાજપાએ ફોર્મ ભર્યા

હાલોલ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલ ખાતે ચૂંટણી ફોર્મ ભર્યા હતા - Divya Bhaskar
હાલોલ ખાતે ચૂંટણી ફોર્મ ભર્યા હતા
 • તરખંડામાં દાવેદારી કરનાર પતિ પત્નીની ટિકિટ કપાઇ, તા.ની 5 અને જિ. પં.ની 5 બેઠકની ચૂંટણી

હાલોલ તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવા અને બચાવવા કામેં લાગેલી પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદીઓ જાહેર કર્યા બાદ હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ભાજપના પસંદગી પામેલા 72 ઉમેદવારો પૈકી મેન્ડેડ મેળવનાર 24 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 05 બેઠક માટે મેન્ડેડ મેળવનાર ઉમેદવારોએ શુક્રવારે વિજયી મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતની 07 બેઠકો માટે 11 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 4 બેઠકો ઉપર ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીએ 10 બેઠકના ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા. જ્યારે 14 બેઠકના ચૂંટણી અધિકારી તરીકે હાલોલ મામલતદારે ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારી કરનાર ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જ્યારે 15 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસવામાં આવશે જ્યારે 16 ફેબ્રુઆરીના રોજ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકાશે એ બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

તલાવડી બેઠકને બાદ કરતાં તમામ બેઠક ઉપર નવા ચહેરા
જિલ્લા પંચાયતના સત્તાધારી પક્ષે હાલોલ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો શિવરાજપૂર, તલાવડી, તરખંડા, કંજરી, અને રવાલિયા બેઠકો પૈકી તલાવડી બેઠકને બાદ કરતાં તમામ બેઠક ઉપર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. તલાવડી બેઠક ઉપર અપક્ષ અને ત્યાર બાદ ભાજપમાંથી જીતેલા ઉમેદવારને મેન્ડેડ મળ્યો છે.

કંજરી બેઠક પર નવા ઉમેદવારની પસંદગી
હાલોલ તાલુકાની કંજરી જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક ઉપર ધારાસભ્ય અને રાજ્ય મંત્રીના પુત્રની ઉમેદવારી પાક્કી ગણવામાં આવતી હતી, પરંતુ ભાજપ પ્રદેશના નવા નિયમો મુજબ તેઓ ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા. જ્યારે આ બેઠક ઉપર દાવેદારી નોંધાવનાર અન્ય બે જુના જોગીઓને બાદ કરતાં નવા ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હતો.

ઉજેતીમાં ભાજપ તરફી 9 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
ઉજેતી તાલુકા પંચાયતની સામાન્ય બેઠક માટે ભાજપ તરફી સૌથી વધુ નવ જેટલા ઉમેદવારો એ દાવેદારી કરી હતી. જે પૈકી આ બેઠક માટે તમામ જુના જોગીઓને કાપી નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી.

તરખંડામાં પતિ પત્ની બંન્ને કપાયા
તરખંડા જિ. પ.ની સામાન્ય સ્ત્રી બેઠક પર ભાજપમાં ગુલાબસિંહ ચાવડા કે જેઓ બે ટર્મ જિ. પં. જીતેલા અને પ્રવિણસિંહ પરમાર કે જેઓ શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપમાં રહેલાઓ દ્વારા ધર્મપત્નીઓ માટે દાવેદારી નોંધાવી પરંતુ બંને કપાયા હતા.

રવાલિયા બેઠક પર ભાજપે જોખમ લીધું
રવાલિયા તાલુકા પંચાયત ની સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ધર્મપત્નીઓ માટે દાવેદારી કરનાર બે ટર્મ તાલુકા પંચાયત જીતેલા ભરતસિંહ અને જૂના નેતા અમરસિંહ વેતરાયા બાદ ત્યાં ભાજપે નવા ચહેરા ઉપર પસંદગી ઉતારતાં આ બેઠક ઉપર ભાજપે જોખમ ખેડયું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

શિવરાજપુરમાં નવા ચહેરાની પસંદગી
હાલોલ તાલુકા પંચાયતની શિવરાજપૂર સામાન્ય બેઠક માટે દાવેદારી નોંધાવનારા અને મંત્રીનો ઝભ્ભો પકડી ફરતા સોશિયલ મીડિયામાં ચમકતા જોવા મળતા મુરતિયાઓ કપાઈ જતા આ બેઠક ઉપર ભાટના નવા ચહેરા હર્ષદ શંકરભાઇ બારીઆને મેન્ડેડ મળતા તેઓએ ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો