તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિપલ અકસ્માત:હાલોલ-વડોદરા રોડ ઉપર ત્રણ વાહનોનો વિચિત્ર અકસ્માત, બે રિક્સા અને છકડા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

હાલોલ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલ વડોદરા રોડ ઉપર હોટલ વેલી નજીક ત્રણ વાહનોનો વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
હાલોલ વડોદરા રોડ ઉપર હોટલ વેલી નજીક ત્રણ વાહનોનો વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો.
 • સદનસીબે અકસ્માતમાં કોઇને ઇજાઓ પહોંચી ન હતી

હાલોલ વડોદરા રોડ પર આવેલ હોટેલ વેલી નજીક ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક રીક્ષા વડોદરા રોડ તરફથી હાલોલ તરફ આવી રહી હતી. તે દરમિયાન એકાએક રીક્ષાના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતો એક લોડીંગ છકડા ટેમ્પો રિક્ષાની પાછળ જોરદાર ધડાકા સાથે અથડાયો હતો

જેમાં લોડીંગ ટેમ્પાની પાછળ ચાલતી વધુ એક ઓટોરિક્ષા લોડીંગ છકડા પાછળ અથડાઇ પલ્ટી ખાઈ જતા તેનો ખુદડો બોલી ગયો હતો. જોકે તેમાં ચાલક કે કોઈ મુસાફરને ઈજાઓ પોહચી ન હતી.હાઇવે રોડ પર 3 વાહનો વચ્ચે વિચિત રીતે સર્જાયેલ અકસ્માત જોઈ લોકો ઘટનાસ્થળે ઉમટયા હતા. જ્યારે સતત વાહનોની અવર જવરથી ધમધમતા વડોદરા હાઇવે રોડ પર થી પસાર થતા વાહનો પણ થંભી ગયા હતા.

ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જોકે આ વિચિત્ર અકસ્માતમાં ત્રણેય વાહનોના ચાલકો સહિત વાહનોમાં સવાર એક પણ વ્યક્તિને કોઈપણ જાતની ઇજાઓ પહોંચવાના ન પામતા સદ્ નસીબે ત્રણેય વાહનોના ચાલકો સહિત સીએનજી ઓટોરિક્ષામાં સવાર ઈસમોનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોડ પરથી અકસ્માત સર્જાયેલા વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો