તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બાસ્કાની લાઇફ લાઇન મેડિકલ ગેસીસ કંપની રોજ 20 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે

હાલોલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન તાજપુરા કોવિડ હોસ્પિટલ અને વડોદરામાં સયાજી, ગોત્રી હોસ્પિટલોમાં મોકલાય છે
 • કોરોના દર્દીઓના જીવન માટે કંપની ઓક્સિજનરૂપ બની છે

હાલોલ તાલુકાના બાસ્કા નજીક આવેલી લાઈફ લાઈન મેડિકલ ગેસીસ કંપનીમાં રોજનું 20 ટન જેટલું ઓક્સિજન ઉત્પાદન કરી બોટલોમાં રીફલિંગ કરી પંચમહાલ જિલ્લા સહિત ખાસ કરીને તાજપુરા કોવિડ હોસ્પિટલ. વડોદરા સયાજી ગોત્રી સહિત ખાનગી હોસ્પિટલો સહિત વડોદરા ગોરવા ખાતે ક્રિષ્ના એસ્ટેટ ખાતે આવેલ પોતાના ગેસ સેન્ટરમાં બોટલો પહોચાડે છે.

વડોદરા નવલખી મેદાનમાં ઓક્સિજનની ટેન્કર સાથે રિફિલિંગ પ્લાન્ટ જોડી લિકવિડ ગેસનું વિતરણ કરી ખરા અર્થમાં કંપની લાઈફ લાઈન સાબિત થઈ રહી છે. હાલ કોરોનાની મહામારીમાં બીજા સ્ટ્રેન્થમાં મોટા ભાગે કોરોના સંક્રમણનો ભોગ બનતા દર્દીઓને મોટા ભાગે ઓક્સિજનની જરૂર પડે છે તેવામાં હાલોલની મારુતિ ગેસીસ અને લાઇફ લાઈન મેડિકલ ગેસીસ કંપનીઓ કોરોના દર્દીઓના જીવન માટે ખરેખર ઓક્સિજનરૂપ સાબિત થઈ રહ્યા છે.

સંચાલકો અને કર્મીઓ ફરજને પ્રાધાન્ય આપે છે
બાસ્કાની લાઈફ લાઈન કંપનીમાં કામ કરતા સ્ટાફ સહિત સંચાલન કરતા સંજય સિદ્ધુ અને નવીનભાઈ પંડ્યા રાત દિવસ એક કરી હાલની કપરી પરિસ્થિતિમાં પણ હોસ્પિટલોને પુરવઠો પૂરો પાડી રહ્યા છે. કંપનીના સુપરવાઈઝર જીગ્નેશ શાહ ધર્મ સંકટમાંથી પ્રસાર થઈ રહ્યા હોવાનું દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. તેમની માતા કોરોના સંક્રમણનો શિકાર બનતાં હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં છે. તેમ છતાં હાલ ઓક્સિજનની તાતી જરૂર હોવાથી ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી માતા બીમાર હોવા છતાં ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો