તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રયાસ:હાલોલમાં વ્યાજખોરોના ત્રાસથી ચાર સંતાનના પિતાની આપઘાતની કોશિશ

હાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બનાવની જાણ થતાં યુવકને જોવા પોલીસ હોસ્પિટલ પહોંચી
 • વ્યાજખોરોના ડરથી યુવાને પોલીસ ફરિયાદમાં ફરિયાદ નહોતી કરી

હાલોલ રહીમ કોલોનીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા ચાર સંતાનોના પિતા અખ્તરહુસેન ઉર્ફે રૂપલો રાસુલભાઈ શૈખ ઉ.35 એ હાલોલમાં બેરોકટોક ગેરકાયદેસર વ્યાજખોરીનો વેપલો કરતા ચાર ઈસમો પાસેથી વ્યાજે લીધેલા 2.77 લાખની તેઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપી રૂપિયાની માગણી કરાતી હતી. વ્યાજખોરોના ત્રાસથી નાસીપાસ થયેલા અખ્તરહુસેને રવિવારની સાંજે ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

અસરગ્રત અખ્તરને હાલોલ પાવાગઢ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ઘટનાથી ફફડી ઉઠેલા વ્યાજખોરોના સાગરીતો હોસ્પિટલ પહોંચી ઘટના પર પરદો પાડી મામલાને રફેદફે કરવાની કોશિશ કરી હતી. સમગ્ર ઘટના પ્રકાશમાં આવે અને ઊંચું વ્યાજ લઇ વ્યાજખોરી કરતા તત્વો ખુલ્લા પડે માટે એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર આત્મહત્યાના ઘટનાક્રમની જાણકારી શહેર પોલીસને આપતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં અસરગ્રત અખ્તરની બંધ બારણે સારવાર શરૂ કરાઇ હતી. સારવાર દરમિયાન દવાખાનામાં પોલીસ સહિત કેટલાક ચોક્કસ લોકોની ઉપસ્થિતિમાં દરવાજા બંધ કરતાં ઘટના વધુ રહસ્યમય બની હતી.

સારવાર દરમિયાન અખ્તરને હોશ આવતા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી પણ માથાભારે વ્યાજખોરોના ડર ખોફથી અખ્તરએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે ચુપકીદી સેવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. જોકે ભોગ બનનાર અખ્તરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ લોકો બહુ માથાભારે છે. પોલીસ કેસ કરીશ તો આ લોકો મારી સાથે ઝઘડા કરશે તેથી મેં કેસ કર્યો નથીનું જણાવ્યું હતું.

હાલોલ પંથકમાં આવા માથાભારે વ્યાજખોરોનો ભોગ અસંખ્ય લોકો બન્યા છે અને બની રહ્યા છે. વ્યાજખોરો સામે કોઈ પોલીસ ફરિયાદ ન થતાં વ્યાજખોરો બેફામ બન્યા છે. પંચમહાલ પોલીસ પણ લોકદરબાર ભરી વ્યાજખોરોનો ભોગ બનેલા અસરગ્રસ્તોની ફરિયાદો લઇ કાયદાની નવી કલમો હેઠળ કાર્યવાહી કરે તો હજુ પણ કઈ લોકો આત્મહત્યા કરતા બચાવી શકાય તેમ છે. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવાની કોશિશ કરનાર અખ્તરહુસેનની પોલીસ પૂછપરછ કરી સંડોવાયેલ વ્યાજખોરો સામે કડકમાં કડક હાથે કામગીરી કરે તો આવનાર સમયમાં કંઈક લોકો વ્યાજખોરોનો ભોગ બનેલા ખોટું પગલું ભરતા અટકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો