ભાસ્કર વિશેષ:હાલોલ પોસ્ટ ઓફિસમાં ખાતેદારને પોતાના જ રૂપિયા મેળવવા ખાવા પડતાં ધરમ ધક્કા

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશ નથી, જેટલી કેશ જમા થાય છે તેમાંથી જ ચૂકવણી કરીએ છીએ - પોસ્ટ અધિકારી

હાલોલની પોસ્ટ ઓફિસમાં ખાતેદારોને તેઓના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા બાદ ઉપાડેલા રૂપિયા તાત્કાલિક ચૂકવવામાં આવતા ના હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ઘણા કિસ્સાઓમાં 24 કલાક કરતાં વધારે સમય વીતી ગયા બાદ બીજા દિવસે ગ્રાહક ભરેલા પૈસા લેવા જાય ત્યારે જવાબ મળે છે કૅશ નથી. બપોરે 2:30 વાગ્યા પછી આવો બપોરે 2:30 વાગ્યા પછી આવો સમય મુજબ લેવા જાય ત્યારે જવાબ મળે છે. હજુ સુધી કોઈને કેસ જમા આવી નથી અને સીનીયર સીટીઝન તથા વિધવા પેન્શન અને રીકરીગ ડિપોઝિટ માંથી રૂપિયા ઉપાડવા આવેલા ઉંમરલાયક લોકોને ધક્કા ખાઇને પર જવું પડે છે.

હાલોલની પોસ્ટ ઓફિસ સ્મશાનગૃહ ગ્રુહ પાસે વડોદરા રોડ પરલઈ જવામાં આવી છે. સવારે આઠ વાગ્યે ઉંમરલાયક લોકો રિક્ષાવાળા ખર્ચીને પોતાના પૈસા ઉપાડવા પોસ્ટ ઓફિસ જાય પછી બપોર નો વાયદો થાય ફરીથી રિક્ષાવાળા કરીને ઘેર જાય ફરી પાછા બપોરે રીક્ષા ભાડુ ખર્ચીને પોસ્ટ ઓફિસમાં આવે ત્યારે જવાબ મળે તે કાલે આવજો તો પોસ્ટ ઓફિસમાં જ આવી હાલત હોય તો લોકો ક્યાં જાય. જરૂર હોય ત્યારે રૂપિયા લેવા જતા ખાવા પડે એ કેવો હોય પોસ્ટ ખાતાના ઉપરી અધિકારીઓ શું આ બાબતોથી અજાણ છૂ ? એ તો ગ્રાહક પાંચ વર્ષીય રિકરિંગ ડિપોઝિટ ના રૂપિયા ઉપાડવા માટે તારીખ 03/03/2022 ના રોજ જરૂરી ઉપાડ ના વાઉચર સહીઓ કરીને 10:00 આપી જાય છે.

તમે મૂકીને જાઓ અમે તમારા ખાતામાં જમા કરી દેશો પછી તમે ઉપાડી લેજો જેથી ગ્રાહક પાક્કો ભરોસો અને વિશ્વાસ મૂકી પાસ બુકો અને બહુચર આપીને જતા રહે છે 07:00 સુધી આ ખાતાઓ માંથી રૂપિયા ઉપર થવાના કે બચત ખાતામાં આ રકમ ટ્રાન્સફર થવાના મોબાઈલ પર આવતા બીજા દિવસે સવારે 10 વાગે પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા જાય ત્યારે પોતાનું કોઈ કામ જ થયું હોવાનું જાણવા મળે છે પાસબુક અને ઉપરના વાઉચરો ના ઠેકાણા નથી શોધખોળ કરતા મળી આવે છે મળી આવે છે ક્યારે જવાબ મળે છે તમે રૂપિયા લેવા બપોરે 2:30 વાગે આવજો આ કેવું? 24 કલાક પછી પણ ,આ ખાતેદારને પોતાની રકમ મળતી નથી ફરિયાદ કોને કરવી તે ગ્રાહકોથી અજાણ છે. આવા તો અનેક કિસ્સાઓમા઼ લોકો અટવાય છે.

અન્ય સમાચારો પણ છે...