તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તરખંડા ગામમાં ખેતર માલિક પર 3 શખસનો સશસ્ત્ર હુમલો

હાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઇજાગ્રસ્ત ઇસમ. - Divya Bhaskar
ઇજાગ્રસ્ત ઇસમ.
 • ખેતરમાં ઢોરોના ભેલાણના મુદ્દેની તકરાર ઉગ્ર બની
 • હાલોલ રૂરલ પોલીસે ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો

હાલોલ તાલુકાના તરખંડા ગામે ગઢમહુડા ફળિયાના છત્રસિંહ જાદવ અને તેમનો પુત્ર અતુલ જાદવ ઘરની પાછળ ખેતરમાં ખેતરમાં તારની વાડ કરતા હતા. દરમિયાન નજીકમાં રહેતા કુટુંબી રગીતભાઈ ઉદાભાઈ જાદવના ઢોરો ખેતરમાં આવી શાકભાજીનું ભેલાણ કરતા અતુલે તમારા ઢોરો અમારા ખેતરમાં આવી ભેલાણ કરે છે.

તમારા ઢોરોને બાંધી દો કહેતા રગીત જાદવ એકદમ ઉશ્કેરાઈ જઈ ધારીયું અને તેનો છોકરો કાળું કોહાડી અને તેની પત્ની ચંદનબેન લાકડી લઈ છત્રસિંહ પર રગીતએ ધારીયાનો ઘા મારેલો અને છોકરા કાળુંએ કોહાડીની મુદર મારી પત્ની ચંદનએ લાકડી ના ફટકા મારતા છત્રસિંહને ગંભીર ઈજાઓ પોહંચતા હાલોલ રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં હાથમાં ફેક્ચર હોય તેમને વડોદરા રીફર કરાયા હતા. હુમલા અંગે હાલોલ રૂરલ પોલિસે રગીત ઉદાભાઈ જાદવ, કાળુભાઇ રગીત જાદવ અને ચંદનબેન જાદવ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો