આવેદન:હાલોલ પાલિકાના સફાઈ કામદારોનું પડતર પ્રશ્નોને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર

હાલોલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષો થીકામ કરતા 130 જેટલા સફાઈ કામદારો સિનિયોરિટી પ્રમાણે કાયમી કરવા સાથે નવી ભરતીમાં સમાવેશ કરવાની અપીલ સાથે ગુડવીર ટ્રસ્ટ સંચાલિત ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખની અધ્યક્ષતામાં સફાઈ કામદારોએ રેલી યોજી હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઘટતું કરવા જણાવાયું છે. છેલ્લા 30 વર્ષથી સફાઈ કામદારો શહેરની સફાઈ કરે છે. કેટલાક કામદારોના મૃત્યુ થયા છે. તેમના પરિવારને કોઈ સહાય મળી નથી. છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો કરાયો નથી. કામદારોની સુરક્ષા સલામતી માટે સેફ્ટી કિટ આપે દરેક કામદારની વીમા પોલિસી ઉતારવી કામદારોને યુનિફોર્મ ડ્રેશ સેફ્ટી બૂટ આપેની માગણી કરાઈ છે સાથે હાલોલ પાલિકા દ્વારા કાયમી ભરતી કરવા તા.3 મે 2021ના રોજ દૈનિક પેપરમાં જાહેરાત અપાઈ હતી. કોઈ કારણોસર જાહેરાતને સ્થગિત કરવામાં આવેલ ત્યાર બાદ પાલિકા દ્વારા બીજી જાહેરાત કરાઈ હતી. જેમાં કામદારો દ્વારા અગાઉ કરાયેલ અરજી માન્ય રહશેનું જાણી બીજી વાર અરજી ન કરી હતી. માટે અગાઉ કરેલ અરજીને માન્ય રાખી સફાઈ કામદારોને સિનિયોરિટી પ્રમાણે તમામ કામદારોને મહેકમ પ્રમાણે કાયમી કરવા અમારી અરજ છે તેમ જણાવાયું છે.

સફાઈ કામદારોને કાયમી કર્યા નથી
પાલિકામાં કામ કરતા 130 સફાઈ કામદારોને કાયમી કરાયા નથી. કામદારોને કાયમી કરી નવી ભરતીમાં સમાવેશ થાય સફાઈ કામદારોના પ્રશ્નોનું વહેલી તકે તંત્ર નિરાકરણ કરે તે માટે પ્રાંતને આવેદનપત્ર આપ્યું છે. >લાલજી ભગત, પ્રમુખ, ગુજરાત વાલ્મિકી સમાજ

આવેદનપત્ર આપી ન્યાય માટે અપીલ
પાલિકામાં 1972થી સફાઈ કામદારો કામ કરે છે. જે આજદિન સુધી કાયમી કરાયા નથી. નવી ભરતી પ્રક્રિયામાં જુના કામદારોનો સમાવેશ નહીં કરાયાનું જાણવા મળ્યું છે માટે વાલ્મિકી સમાજના પ્રમુખ સાથે પ્રાંત કચેરી એ આવેદનપત્ર આપ્યું છે. >નવીનભાઈ, અગ્રણી, હાલોલ.

અન્ય સમાચારો પણ છે...