ભાસ્કર વિશેષ:મધ્યપ્રદેશના 8 વર્ષના બાળકનું તાજપુરામાં મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતિયાનું ઓપરેશન કરી જમણી આંખમાં લેન્સ મૂકવામાં આવ્યો

યાત્રા ધામ તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ મધ્યપ્રદેશના પરિવારના માત્ર આઠ માસના બાળક જયદીપકુમાર ધંધાલનું ભારે કાળજી રાખી સિફતપૂર્વક આંખોના નિષ્ણાંત મહિલા તબીબ મૈત્રી સુથાર દ્વારા જમણી આંખના મોતિયુ કાઢી લેન્સ મૂકી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલોલ તાલુકાના તાજપુરાના મહાન સંત .પૂ.શ્રી બ્રહ્મલિન શ્રી નારાયણ બાપુની તપોભૂમી શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે રોજે રોજ અસંખ્ય લોકોના મોતિયાના ઓપરેશન સહિત આંખોને લગતાના નિદાન તેમજ સારવાર કરાય છે.

જેમાં મધ્યમ વર્ગના પરિવારોની તારણહાર શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા મોતિયાના ઓપરેશન આંખના પડદાના ઓપરેશન તેમજ તમામ પ્રકારના આંખોના નિદાન અને સારવારની અવિરત સેવા વર્ષોથી ચાલી રહી છે જેમાં સમગ્ર દેશભરમાં પોતાની સેવાની મહેક પ્રસરાવનાર શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં આંખોની તકલીફથી પીડાતા તેમજ મોતીયાવાળા દર્દીઓના મોતિયાના ઓપરેશન લેન્સ નાખવા પડદાની તકલીફો સહિતની આંખોની સારવાર માટે આવે છે

જેમાં મધ્યપ્રદેશના પરિવારના માત્ર આઠ માસના બાળક જયદીપકુમાર ધાંધલને આંખમાં મોતીયો હોઈ તેને સારવાર અને ઓપરેશન માટે શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં માત્ર આઠ માસના જયદીપ કુમાર મોતિયાના ઓપરેશન અને લેસ નાખવાની સારવાર ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

જેમાં શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ ડોક્ટર મૈત્રી સુથાર દ્વારા એક કલાક ઉપરાંતનીની ભારે જહેમત અને ખૂબ જ કાળજી રાખી સિફટતાપૂર્વ સ્ટાફ તેમજ એનેસ્થેસિયા એક્સપર્ટની મદદથી સફળતાપૂર્વક માત્ર આઠ માસના જયદીપનું મોતિયાનું ઓપરેશન કરી જમણી આંખમાં લેન્સ મૂકી આપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...