તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાલોલમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરી

હાલોલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં ખોટી બિલ્ટી બનવી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં અાવતી હતી - Divya Bhaskar
હાલોલમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં ખોટી બિલ્ટી બનવી દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં અાવતી હતી
  • LCBએ 84,000નો મુદ્દામાલ ઝડપ્યો, હાલોલ પોલીસ મથકે ગુનો નોંધ્યો

પંચમહાલ જિલ્લા એલસીબી શાખાને અંગત બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના ડેરોલ ગામે બિલિયાપુરા ગામે રહેતો અનિલકુમાર ઉર્ફે અંનો શિવકુમાર સોની હરિયાણા રાજ્યના ફરીદાબાદની ટી.સી.આઈ એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ મારફતે પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે. દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલી ગાયત્રીનગરની સામે ટી.સી.આઈ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસના ગોડાઉનમાં આવેલો છે. જેમાં આ દારૂની પાંચ પેટીઓના પાંચ કાર્ટૂન બનાવી આ પાંચ કાર્ટૂનની બીલ્ટીઓમાં અંદર એલોવેરા જેલ હોવાની ખોટી બીલ્ટીઓ બનાવી છે.

જે બાતમીના આધારે શનિવારે એલ.સી.બી પીઆઇ ડી એન ચૂડાસમાંની સુચના હેઠળ પોલીસે છાપો મારી પાંચેય કાર્ટૂનમાંથી ભારતીય બનાવટની 60 નંગ પ્રીમિયમ વિદેશી દારૂની બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ વહીસ્કીની જેની કિંમત રૂા. 84,000નો મુદ્દામાલ ઝડપી આનોખી યુક્તિ વાપરી એલોવેરા જેલની બીલ્ટીની આડમાં વિદેશી દારૂ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવનાર અનિલકુમાર ઉર્ફે અંનો સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...