તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:હાલોલ નગર પાલિકામાં ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા આકસ્મિક તપાસ

હાલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગર પાલિકામાં  ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે - Divya Bhaskar
હાલોલ નગર પાલિકામાં ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે
  • પાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપથી કાર્યવાહી

હાલોલ પાલિકા કચેરીમાં શનિવારની જાહેર રજાના દિવસે બપોરે ગાંધીનગર વિજિલન્સની ટીમો આવી પહોંચતા કચેરીમાં હડકમ્પ મચ્યો હતો. હમેશા વિવાદોના વાદળોમાં ઘેરાયેલી હાલોલ પાલિકા કચેરીમાં વિજિલન્સ વિભાગની ટીમોએ આવી પાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં કરાયેલા કામોની વીજળી તપાસ હાથ ધરી છે. અગાવ પાલિકા દ્વારા ગામ તળાવ સહિત વિકાસના કામોમાં ભ્રસ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે વિજિલન્સમાં ફરિયાદ કરાઈ હોઇ તપાસ હાથ ધરી હતી.

હાલ યમુના કેનાલને મોટી કરી તેમાં તોતિંગ ભૂંગળા નાખી ગટરની કામગીરી જુદા જુદા માપ મુજબ કોન્ટ્રાક્ટ અપાયા છે. જૈન મંદિર પાસેની યમુના કેનાલ ગટરની કામગિરી દેસાઈ કન્ટર્ક્સન કરે છે કામ હજુ પ્રગતિ પર છે પૂર્ણ થયું નથી. તેમ છતાં 1.5 કરોડ ચૂકવાયા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ રોડ સરફેસિંગનું 1.27.કરોડનું ટેન્ડર હતું જેમાં સ્વભંડોળમાંથી વધુ 1 કરોડ એકસેસ કરી બિલો ચૂકવાયા છે.

પાલિકાનો હું બાવોને મંગળ દાસ જેવો વહીવટ છતાં પાલિકાનો વિરોધપક્ષ મુકપ્રેક્ષક બનીને રહી જતા આખરે શનિવારે ગાંધીનગર વિજિલન્સની ટીમો આવી તપાસ હાથ ધરતા વિરોધપક્ષની કાર્યપધ્ધતિ સામે પણ અનેક સવાલોએ સ્થાન લીધું છે. વિજિલન્સ ટિમ સાથે દિવ્યભાસ્કરે વાત કરતા જણાવ્યું હતું કે અમે હાલ તપાસ હાથ ધરી છે તપાસ પૂર્ણ કરી અમારા ઉપલા અધિકારીઓ ને રિપોર્ટ કરાશેનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...