તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:છાજ દિવાળી પાસે જીપ અને કાર વચ્ચે અકસ્માત ,9ને ઇજા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છાજ દિવાળી પાસે જીપ કાર સાથે અથડાતા બે બાળકો સહિત નવ ને ઈજાઓ પોહચી - Divya Bhaskar
છાજ દિવાળી પાસે જીપ કાર સાથે અથડાતા બે બાળકો સહિત નવ ને ઈજાઓ પોહચી
  • તમામ મજૂરી માટે વડોદરા જતા હતા : ત્રણને વડોદરા ખસેડાયા

યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે આવેલ છાજ દિવાળી ગામ પાસે મુખ્ય રોડ પર બોલેરો જીપ એક મારુતિ અલ્ટો કાર સાથે અથડાઈ રોડની સાઈડમાં ઉતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા બોલેરો જીપમાં સવાર શ્રમજીવી પરિવારના 3 બાળકો સહિત 9 લોકોને ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં 1 બાળક સહિત 3 લોકોને વધુ સારવારની જરૂર જણાતા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના વિરાપુરા સહિત આસપાસના ગામના શ્રમજીવી પરિવારના લોકો મજૂરીકામ માટે એક બોલેરો જીપમાં બેસી વડોદરા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામ પાસે મુખ્ય રોડ પર પૂર ઝડપે ચાલતી બોલેરો જીપ સામે આવતી મારુતિ અલ્ટો કાર સાથે અથડાઈને રોડની સાઈડમાં ઉતરી જઈ સાઈડમાં આવેલ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ખુલ્લી બોલેરો જીપમાં સવાર શ્રમજીવી પરિવારના લોકો જીપમાંથી બહાર ફંગોળાઇ ગયા હતા. જેમાં 3 બાળકો સહિત 9 લોકોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.

જેમાં અકસ્માત જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તો પૈકી લક્ષ્મીબેન સુરેશ નાયક, રમેશભાઈ પર્વતભાઈ બારીયા, વિનોદભાઈ દીપાભાઇ રાઠવા, સુનિલભાઈ કંચન નાયક, સેજલબેન કંચન નાયક, અને કંચન જેસીંગભાઇ નાયક મળી કુલ 9 ઇજાગ્રસ્તોને તાત્કાલિક 2 અલગ અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં 1 બાળક સહિત 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઈ તેઓને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં અલ્ટો કારને સામાન્ય નુકસાન થવા પામ્યું હતું પરંતુ ધડાકાભેર ઝાડ સાથે બોલેરો જીપબઅથડાતા પામતા બોલેરો જીપના આગળના ભાગનો ખુદડો બોલી જવા પામ્યો હતો બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...