તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાવાગઢ માચી જતાં કાર અને બસ વચ્ચે અકસ્માત

હાલોલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાવગઢ માચી નજીક બસ અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત કાર ઢાંકી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. - Divya Bhaskar
પાવગઢ માચી નજીક બસ અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત કાર ઢાંકી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
 • કારને ઢાંકી દેતાં તર્કવિતર્ક સર્જાયા

પાવાગઢ માચી જતા પહેલા વળાંકમાં એમજી મોટર્સની ટેસ્ટ કારના ચાલકે ગફલતભરી ફૂલ સ્પીડમાં કાર હકારી વણાંકમાં એસટીબસની ઓવરટેક કરવા જતાં કાર બસમાં અથડાઈ ડીવાઇડર સાથે અથડાતા બસ ચાલકની સમય સુચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતમાં એસટી ચાલકને ઈજાઓ પોહચી હતી. જયારે કાર સહિત રોડ ડિવાઈડરને ભારે નુકસાન પોહચતા પાવાગઢ પોલિસે એસટી ચાલકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત કારને ઢાંકી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

પાવાગઢ માચી જતા બાવામાન દરગાહ પાસેના વણાંકમાં માચીથી મુસાફરો લઈ નીચે ઉતરતી એસટી બસની એમજી મોટર્સની ટેસ્ટ કારના ચાલકે બિનજરૂરી જોખમ કારક વણાંકમાં એસટી બસની ઓવરટેક કરવા જતાં કાર એસટી સાથે અથડાઈ રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. એસટી ચાલક અરવિંદ વાલજીભાઈ પટેલએ બસ કન્ટ્રોલ કરી છતાં કાર ચાલકે કાર બસમાં અથડાવી અકસ્માત સર્જતાં બસ ચાલક અરવિંદભાઈને ગેબી માર વાગતા ઈજાઓ પોહચી હતી. અકસ્માત હાલોલ સ્થિત એમજી મોટર્સના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત કારને કવર ઓઢાડી ઢાંકી દેતા પોલીસ પણ અચમબ્બામાં પડી ગઈ હતી. પાવગઢ પોલીસે બસ ચાલકની ફરિયાદ લઈ એમજી મોટર્સ ના ટેસ્ટ કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો