ધાર્મિક:હાલોલમાં પવિત્ર ઇદેમિલાદને લઈ આગલી સાંજે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસની બેઠક યોજવામાં આવી

હાલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલ માં પવિત્ર ઇદેમિલાદ ના પર્વ ને લઈ આગલી સાંજે મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે પોલીસ ની બેઠક યોજાઇ હતી ઇદેમિલાદ નિમિતે નિકડનાર ઝુલુસ માં કોવિડ 19 ના નીતિનિયમો નું ચુસ્ત પણે પાલન કરી કાયદો વ્યવસ્થા ને માન આપી ઇત્સવ ઉજવાશે નું અગ્રણીઓ એ પોલીસ ને બાહેધારી આપી હતી પોલીસ દવારા ઝુલુસ ને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

મુસ્લિસ સમાજ દવારા ઇસ્લામ ધર્મ ના સ્થાપક હજરત મોહમંદ પયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ના દીને ઇદેમિલાદ પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરાય છે. શહેર માં મોહલે મોહલે ઘરો સહિત વિસ્તારોમાં રોશની ઝગમગાવી દેતા વિસ્તારો આકર્ષણ ના કેન્દ્રો બન્યા છે. મોડી સાંજે જિલ્લા હેડ ક્વાર્ટર DYSP હિમાલા જોશી એ સ્થાનિક પોલીસ સાથે રહી ઝુલુસ ના માર્ગ નો જાયજો લઈ જરૂરું સુચનાઓ આપી હતી. મકસુદ મલિક

અન્ય સમાચારો પણ છે...