તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:હાલોલમાં આધેડ મહિલા બીમારીથી કંટાળી તળાવમાં મોતનો ભૂસ્કો માર્યો

હાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવમાંથી ફાયર ફાઇટરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો - Divya Bhaskar
તળાવમાંથી ફાયર ફાઇટરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો
  • હાલોલ ફાયર ફાઇટરની ટીમે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો

હાલોલ આમ્રપાલી સોસાયટી 2માં રહેતા જયેશભાઈ પટેલ ઉ.વર્ષ. 62 અગરબત્તીનો વ્યવસાય કરે છે. તેમના પરિવારજનોમાં તેમની 58 વર્ષીય પત્ની અરુણાબેન તેમજ તેઓનો પુત્ર અને પુત્રવધુ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. જેમાં પત્ની અરુણાબેનને છેલ્લા 2 માસથી પેટમાં અસહ્ય દુ:ખાવો રહેતો હોઇ હાલોલ સાર્વજનિક પ્રસૂતિગૃહમાં તેઓની દવા સારવાર કરાવી તેમનું ઓપરેશન કરી પેટમાં રહેલ ગર્ભાશયની કોથળી બહાર કાઢી નાખવામાં આવી હતી.

તેમ છતાં પણ અરુણાબેનનો પેટનો દુ:ખાવો બંધ ન થતા અને રોજે રોજ અસહ્ય દુ:ખ.ની પીડા સહન ન થતા અરુણાબેન બીમારી લઈને માનસિક અને શારીરિક રીતે ભાંગી પડ્યા હતા. જેમાં 10મી જુલાઈના રોજ રાત્રિના સુમારે પરિવારજનો નિત્યક્રમ મુજબ જમી પરવારી સુઈ ગયા હતા. જે બાદ વહેલી સવારે અરુણાબેનના પતિ જયેશભાઈએ ઊંઘમાંથી જાગી અરુણાબેનને ઘરમાં ન જોતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. સગા સંબંધીઓ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં તેઓની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ બપોર સુધી તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ તળાવની પાળ પર શિવ મંદિરના પગથિયા પાસે અરુણાબેનના ચપ્પલ મળી આવતા પરિવારજનોને ધ્રાસકો પડયો હતો. કંઈક અજુગતું થયું હોવાનું અણસાર આવતા તેઓએ તળાવના પાણીમાં તપાસ હાથ ધરતા તળાવમાં અરુણાબેન મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેને લઇ પરીવારજનો ચોંકી ગયા હતા.

અરુણાબેને તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જણાતા પરિવારજનો આઘાતમાં સરી પડયા હતા. હાલોલ ફાયર ફાઇટરની ટીમને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળે દોડી આવી તળાવમાંથી અરુણાબેનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ અંગે અરુણાબેનના પતિ જયેશભાઈએ હાલોલ ટાઉન પોલીસ મથકે પોતાની પત્ની અરુણાબેને આપઘાત કર્યો હોવાની કેફિયત જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે તેઓની ફરિયાદના આધારે અકસ્માત મોત .નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...