તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચાંચડિયા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સર્જાયેલી વિકટ સમસ્યા

હાલોલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નર્મદાનું પાણી આપવાની ગ્રામજનો દ્વારા માંગ કરાઇ. - Divya Bhaskar
નર્મદાનું પાણી આપવાની ગ્રામજનો દ્વારા માંગ કરાઇ.
 • નર્મદાનું પાણી આપવાની ગ્રામજનોની માંગ, ગામના પાણીના બોરમાં ખારું પાણી આવે છે
 • ત્રણ પંપ બંધ તથા બે પંપમાં ખારું પાણી ભરવા લાઇન લાગે છે

હાલોલ તાલુકાના મોટા ચાંચડિયા ગામે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોનો તંત્ર સામે રોષ ફાટ્યો છે. ગામમાં બોર કુવા કરાયા છે. તેમાંથી ખારું પાણી આવતા પીવાના કે ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ કરાતો ન હોવાનું ગામ લોકોએ જણાવ્યુ છે.

પીવાના પાણીની સમસ્યા હોવા છતાં આસપાસના ગામોમાં તંત્ર દ્વારા નર્મદાનું પાણી પહોંચાડી મોટા ચાંચડિયા ગામમાંજ પાણી ન આવતા લોકોમાં આક્રોશ સાથે રોષ ફાટી નીકળ્યો છે.​​​​​​​ ગામમાં પાંચ જેટલા હેડપંપ આવેલા છે તેમાંથી ત્રણ પંપ બંધ હાલતમાં તથા બે પંપમાં ખારું પાણી ભરવાની પણ લાઈનો લાગે છે. ગામ લોકોની લાગણી અને માગણી છે કે તંત્ર વહેલી તકે ગામમાં નર્મદાનું પાણી આપવાની તજવીજ હાથ ધરી ગામ લોકોની વર્ષો જૂની પીવાના પાણી જટિલ સમસ્યા હલ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો